
<p>11 જૂને પશ્ચિમ ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતાને પગલે રાજ્યમાં સાત દિવસ હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.. આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે.. જ્યારે 13 જૂન બાદ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી. આજે દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી અને વલસાડની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.. તો આવતીકાલે પણ આજ જિલ્લા તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. ચોમાસા અંગે હવામાન વિભાગનું કહેવું છે કે દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે.. પાંચ દિવસમાં દેશના 13 રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ ચુક્યું છે. ચોમાસું મુંબઈથી 150 કિલોમીટર દૂર છે.. આગામી 48 કલાકમાં ચોમાસું મુંબઈમાં દસ્ક્ત આપી શકે છે.</p>
Comments
Post a Comment