
GMDC ગ્રાઉન્ડમાં ડ્રાઇવ-થૂ્ર વેક્સિનેશન મુદ્દે
એપોલો હોસ્પિટલમાં રૂ.850/- માં મળતી રસીના રૂ.1000 લેવાતા વિરોધ થયો એટલે મ્યુનિ.એ યુ ટર્ન માર્યો
અમદાવાદ : અમદાવાદ મ્યુનિ.એ એપોલો હોસ્પિટલ સાથે પીપીપી ધોરણે GMDC ગ્રાઉન્ડમાં ડ્રાઇવ-થુ્ર વેક્સિન રૂા. 1000માં આપવાનું નક્કી કર્યા બાદ ઉગ્ર વિવાદ થતાં મ્યુનિ.એ ચુપચાપ પોતાનું નામ પાછું ખેંચી યુ ટર્ન માર્યો હતો. જેના કારણોસર સરકાર માટે પણ શરમજનક સ્થિતિ ઉભી થઈ હતી.
દરમ્યાનમાં મેયર- સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વગેરેને પણ આ નિર્ણય લેતી વખતે સાથે રાખ્યા નહીં હોવાથી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક દરમ્યાન ચેરમેને આ અંગે નારાજગી સાથે પૃચ્છા કરી હતી, જે અંગે અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી.
દરમ્યાનમાં અન્ય હોસ્પિટલોને પણ આ પ્રકારની કામગીરી શરૂ કરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહેલ છે, જેથી એપોલોની તરફદારી કરવા જતાં ઉભો થયેલો વિવાદ થાળે પડી જાય.
વિવાદના પાયામાં બે બાબતો મુખ્ય : (1) સરકારી ફ્રી રસી માટેની ઓનલાઇન અને વેચાતી રસી માટે સ્પોટ - જગ્યા પર જ રજીસ્ટ્રેશન શા માટે ? રૂપિયા ખર્ચે છે માટે વધારાની સવલત આપવામાં આવે છે ? (2) હોસ્પિટલ ઉપર જે રસી રૂા. 850માં આપવામાં આવતી હતી, તે સ્થળ બદલાતા જ રૂા. 1000ની કઈ રીતે થઈ ગઈ ?
જીએનએફસી ગ્રાઉન્ડમાં સફાઈ સહિત તમામ સવલતો ફ્રી છે અને સંખ્યાબંધ કાર ઉભીરહી શકે તેવી જગ્યા અપાઈ છે. તો પછી દર વધે કે ઘટે ? ઉપરાંત મ્યુનિ. દ્વારા કામચલાઉ ત્રણ સ્થળોએ ફ્રી ડ્રાઇવ-થુ્ર વેક્સિન આપવાની કામગીરી હતી જેને ખૂબ જ સારો આવકાર મળ્યો હતો, તે હેલ્થ ખાતાએ કેમ બંધ કરી દીધી, તે પણ સવાલ છે.
મ્યુનિ.એ અગાઉ આવી જ રીતે ડ્રાઇવ-થુ્ર ટેસ્ટીંગની પણ વ્યવ્સથા ખાનગી લેબોરેટરીઓ સાથે કરી હતી ત સમયે પણ આરટી પીસીઆર ટેસ્ટનો ચાર્જ રૂા. 700 હતો, જ્યારે પડોશી રાજ્ય રાજસ્થાનમાં આ ચાર્જ રૂા. 350નો હતો. લોકોના બદલે હોસ્પિટલો અને લેબોરેટરીઓને ફાયદો પહોંચે તેવા નિર્ણયો લેવાતા હોય છે.
કેટલીક ખાનગી હોસ્પિટલોએ કોરોનાના દર્દીઓની સારવારના સરકારે નક્કી કરેલા દરો કરતાં વધુ મોટા બિલો બન્યા છતાં ત્યાં પણ હેલ્થ વિભાગે ક્યારેય તપાસ સુદ્ધાં નથી કરી. મ્યુનિ. દ્વારા 108 દ્વારા જ દર્દીને દાખલ કરવા વિવાદી નિર્ણય લીધા બાદ જે ઉહાપોહ થયો હતો તેવી જ સ્થિતિ વેચાતી વેક્સિનના નિર્ણયથી થવા માંડી છે.
https://ift.tt/3vwwx4n
Comments
Post a Comment