
- મકાન તૂટતાં પહેલા અન્ય સ્થળે મકાન હતા લોકોએ ફટાકડા ફોડયા
વડોદરા, તા. 31 મે 2021, સોમવાર
વડોદરા મહાનગરપાલિકા દ્વારા મકરપુરા ગામ માં આવેલા ૨૯ જેટલા ગેરકાયદેસર મકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું જોકે મકાનો ફાળવ્યા બાદ ડિમોલિશનની કામગીરી હાથ ધરાતા સ્થાનિકોએ તેમની કામગીરીને બિરદાવતા ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી.
વડોદરા મહાનગરપાલિકા વહીવટી વોર્ડ નંબર 12માં સમાવિષ્ટ અને સર્વે નંબર 139નો વિસ્તારમાં નવીન કોમ્યુનિટી હોલ એટલે કે નવું અતિથિગૃહ બનવા જઈ રહ્યું છે ત્યારે સોમવારે સવારે આ વિસ્તારમાં આવેલા 29 જેટલા ગેરકાયદેસર કાચા-પાકા મકાનો તોડી પાડવાની કામગીરી પાલિકાની દબાણ શાખાની ધીમે હાથ ધરી હતી.
કામગીરી દરમિયાન મકરપુરા પોલીસ વીજ કંપની ફાયર વિભાગ અને જમીન માપણી સંપાદનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તો બીજી તરફ મકાન ફાળવ્યા બાદ મકાનો તોડવામાં આવતાં પાલિકાની ડિમોલિશનની કામગીરી ને સ્થાનિકોએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી વધાવી હતી. ત્રણ જેસીબી મશીન વડે ડિમોલિશનની કામગીરી પાર પાડવામાં આવી હતી.
Comments
Post a Comment