
- વડોદરા શહેર 18થી 44 વર્ષના 2,37,390 લોકોએ રસી લઇ લીધી
વડોદરા, તા. 31 મે 2021, સોમવાપ
વિશ્વવ્યાપી કોવીડ-19 મહામારીના સંક્રમણ સામે આરોગ્ય રક્ષા કવચ આપતું કોરોના રસીકરણ અભિયાન વડોદરા શહેર અને જિલ્લામાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા હાથ ધરાયેલ રસીકરણ ઝુંબેશ હેઠળ વડોદરા જિલ્લામાં અત્યાર સુધી હેલ્થ કોરોના વોરિયર, ફ્રન્ટ લાઈન વોરિયર, 45 થી 59અને 60 વર્ષથી વધુ ઉંમરના કુલ 3,98,114 નાગરિકોએ રસી લઇ કોરોના સામે આરોગ્ય સુરક્ષા કવચ મેળવ્યું છે.
જિલ્લામાં કાલે સાંજ સુધીમાં 2797 નાગરિકોને કોરોના રસીનો ડોઝ આપવામાં આવ્યો હતો. વડોદરા જિલ્લામાં અત્યાર સુધી 22,971આરોગ્ય કોરોના વોરિયર, 26,825 ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર, 45 થી 59 વર્ષના 1,92,516 નાગરિકો અને 60 થી વધુ ઉંમરના 1,55,802 નાગરિકોને કોરોના રસી મૂકવામાં આવી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 3,14,088 નાગરિકોને કોરોના રસીનો પ્રથમ તેમજ 84,026 નાગરિકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
વડોદરા શહેરમાં 9,20,906ના ટાર્ગેટ સામે અત્યાર સુધીમાં 5,99, 505 લોકોએ રસી લઇ લીધી છે. જેમાં 36,246 હેલ્થ વર્કર એ પ્રથમ અને 23,446 બીજો ડોઝ લીધો છે. 52,310 ફ્રન્ટલાઈન વર્કરે પ્રથમ અને 15,737 બીજો ડોઝ લીધો છે. 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા 1,64, 802 લોકોએ પ્રથમ અને 88,558 બીજો તેમજ 45 થી 60 વર્ષની ઉંમર ધરાવતા 1,70 ,655 પહેલો અને 47, 751 બીજો ડોઝ લીધો છે. 18 થી 44 વર્ષના કુલ 2,37, 390 અત્યાર સુધીમાં રસી લીધી છે. ગઈકાલે આ વર્ગના 18,947 એ રસી લીધી હતી.
https://ift.tt/3fyOs4M
Comments
Post a Comment