
નડિયાદ : નડિયાદમાં સોશિયલ મિડિયામાં હિન્દુ ધર્મને બદનામ કરવાના વિરોધમાં અરજી કરવામાં આવી છે. એક શખ્સ દ્વારા યુટયુબના માધ્યમથી હિન્દુ દેવીદેવતાઓ વિરુદ્ધ અભદ્ર ભાષામાં નફરત ફેલાવવામાં આવતી હોવાનો આરોપ અરજીમાં કરવામાં આવ્યો છે.
નડિયાદપોલીસ મથકમાં એક નાગરિકે ધાર્મિક લાગણી દુભવનાર અને નફરત ફેલાવનાર શખ્સ વિરુદ્ધ અરજી આપી છે.
અરજીમાં જણાવ્યા પ્રમાણે જૂનાગઢ મૂકામે રહેતો એક શખ્સ સોશિયલ મિડિયાના માધ્યમથી હિન્દુ દેવી-દેવતાઓની અભદ્ર ભાષામાં અપમાન કરી રહ્યો છે. ઉપરાંત હિન્દુ ધર્મની કથાઓના નામે મનઘડંત કથાઓ કહીને હિન્દુ ધર્મને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. અરજીમાં એવું પણ જણાવાયું છે કે આ શખ્સ પોતાને રાવણના નામે ઓળખાવીને વિડિયોઝ બનાવી વાયરલ કરી રહ્યો છે, જેનાથી હિન્દુ સમાજની લાગણી દુભાઈ રહી છે. સમાજમાં વર્ગ વિગ્રહ ફેલાવવાના હેતુથી આ શખ્સ અશ્લીલ ભાષામાં હિન્દુ ધર્મને લક્ષ્ય રાખીને વિડિયો બનાવી રહ્યો છે અને તેને યુટયુબ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મિડિયા પ્લેર્ફોર્મ પર વાયરલ કરી રહ્યો છે. અરજીમાં આ શખ્સ વિરુદ્ધ તાત્કાલિક પગલાં ભરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી પણ કરવામાં આવી છે.
https://ift.tt/3w8VaU6
Comments
Post a Comment