
વડોદરા.ડિપ્લોમા એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા ૧૫ વર્ષના કિશોરને માતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતા તેણે આવેશમાં આવીને ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.જે અંગે લક્ષ્મીપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા અને દરજી કામ કરતા શખ્સનો ૧૫ વર્ષનો પુત્ર ડિપ્લોમા એન્જિનિયરિંગમાં અભ્યાસ કરે છે.તેની માતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતા તેને લાગી આવ્યું હતું.ગઇકાલે વિદ્યાર્થી ે તેના માતા,પિતા અને બહેન તેની નજીકમાં જ રહેતા મામાના ઘરે પ્રસંગમાં ગયો હતો.વિદ્યાર્થી જમીને અન્ય પરિવારજનો કરતા વહેલા ઘરે પરત આવી ગયો હતો.અને રસોડાના હુક પર દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધો હતો.જે અંગે લક્ષ્મીપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી.એ.એસ.આઇ. રશીદભાઇએ સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી.મૃતકના પિતા દરજી કામ કરે છેે.અને તેની બહેન અભ્યાસ કરે છે.જ્યારે માતા ઘરકામ કરે છે.પોલીસની પ્રાથમિક તપાસમાં અભ્યાસ બાબતે ઠપકો મળતા આવેશમાં આવીને આપઘાત કર્યો હોવાની વિગતો પોલીસને મળી છે.
https://ift.tt/3jaf8tr
Comments
Post a Comment