
- જિલ્લાભરની 221 શાળા આંદોલનમાં જોડાશે
- સોશ્યલ મીડિયાની વિવિધ એપ્લીકેશનમાં શિક્ષકો સ્લોગન સાથેની સેલ્ફી અપલોડ કરશે
બિનસરકારી અનુદાનિત અને સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના પ્રશ્નો શિક્ષણ સહાયકોની પાંચ વર્ષની નોકરી, સાતમા પગાર પંચના બાકી હપ્તા, ફાજલના કાયમી રક્ષણનો સુધારા ઠરાવ (પુનઃ નિયુક્તિ સહિત), હાઇકોર્ટના ચુકાદા બાદ પણ જુના શિક્ષકની લંબાયેલ ભરતી પ્રક્રિયા, આચાર્યની નિમણૂંક વખતે તમામને એક ઇજાફાનો લાભ, જુની પેન્શન યોજનાનો અમલ.
નીતિવિષયક નિર્ણયોમા શિક્ષણ સહાયકોની બદલી, સહાયકોને ફિક્સ પગારના વધારાનો તફાવત, સુરક્ષાચક્ર તથા અન્ય પ્રશ્નોનો લાંબા સમયથી ઉકેલ ન આવતા શિક્ષકોમાં વ્યાપક વિરોધ થઇ રહ્યો છે.
તમામ જિલ્લાઓમાંથી સંગઠનને પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. છતાં આ દિશામાં કોઇ નક્કર કાર્યવાહી ન થતાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાતના બિનસરકારી અનુદાનિત તથા સરકારી સંવર્ગના તમામ ઘટક સંઘ તથા રાજ્ય કારોબારી દ્વારા સર્વાનુમતે તા.૧ ઓગસ્ટ થી ૭ ઓગસ્ટ સુધી વિવિધ સોશિયલ મીડિયામાં ઉગ્ર વિરોધ સાથે પડતર પ્રશ્નોના ઉકેલ માટે જલદ આંદોલન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ભાવનગરની ૮૬ સરકારી તથા ૧૩૫ ગ્રાન્ટેડ સ્કુલના શિક્ષકો પોતાની માગ સાથેનો ફોટો તથા સેલ્ફી પોતાની શાળા બેનર, શાળાના બ્લેક બોર્ડ પર માગણીઓ સંદર્ભે સુત્રો લખી વિવિધ સોશિયલ મીડિયા જેવા કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર તથા અન્ય પર અપલોડ કરી વિરોધ નોંધાવશે.
https://ift.tt/3zUOLOE
Comments
Post a Comment