
- બોગસ બીલીંગમાં જાગૃતતાના અભાવે કરે કોક ને ભરે કોક જેવી સ્થિતી
- તાજેતરમાં હાથધરાયેલ સર્ચમાં પણ 400 જેટલા નંબરોનું કનેકશન બોગસ બીલીંગ સાથે મળ્યું
જી.એસ.ટી. કાયદો અમલમાં આવ્યા બાદ કુલ ૨૮૦૦૦ જેટલા વેપારીઓએ નંબર મેળવ્યા હતા. સ્વાભાવિક નંબર મેળવવા સીસ્ટમ ઓનલાઈન કરતા લેભાગુ તત્ત્વો કિમીયો શોધી સામાન્ય નાગરિકતા પાનકાર્ડ, આધારકાર્ડ અને બેન્ક એકાઉન્ટ ખોલાવી રજુ કરી નંબર મેળવી કરોડોના બોગસ વ્યવહારોનો વેપલો ખોલી બેઠા છે અને ખરા વ્યક્તિને તો આ અંગે જાણ સુદ્ધા પણ હોતી નથી. કરોડોના કૌભાંડોનો પર્દાફાશ થયો અને તપાસનો ધમધમાટ અન્ય જિલ્લાથી સાથે ભાવનગરમાં પણ શરૂ થયો. એક તબક્કે મળતા આંકડામાં બોગસ બીલીંગવાળા અંદાજે ૧૦૦૦થી વધુ પેઢીઓ મળી આવી છે. તો છેલ્લા તબક્કામા કનેકશન ધરાવતા વેપારીઓની તપાસ દરમ્યાન ૪૦૦થી વધુ ખાતા નંબર બોગસ મળી આવ્યા છે. આમ એક તરફ સરકાર અન્ય દેશો પાસેથી લોન લઈ રહ્યું છે જ્યારે આવા બોગસ બીલીંગવાળા ખુદ સરકારને જ કરોડોનો ચુનો ચોપડી રહ્યા છે. જેની પાછળ સૌથી પહેલા લોક જાગૃતિનો અભાવ જવાબદાર ગણી શકાય. કોઈપણ વ્યક્તિ પોતાના આધાર, પાનની કોપી અન્ય વ્યક્તિને આપે કે શેર કરે તે પૂર્વે ખરાઈ કરવી અનિવાર્ય છે અને જો ખોટુ થયાની જાણ થાય તો સામેવાળા વ્યક્તિ કે પેઢી સામે કાયદેસર પગલા લેવાની પણ હિંમત રાખવી જરૂરી બની છે. તો સાથો સાથ કચેરીના અધિકારીઓ દ્વારા પણ નંબર મેળવનારની જે તે સમયે સંપૂર્ણ ખરાઈ કરવી જરૂરી બની છે. માત્ર ઓનલાઈનના માધ્યમ પર વિશ્વાસ મુકવાથી કાર્ય પૂર્ણ થતું નથી. અત્યાર સુધીમાં મળી આવેલ બોગસ નંબરોમાં મહત્તમ ડોક્યુમેન્ટ અન્યના હોય અને કૌભાંડી કોઈ ઓર જ મળી આવેલ છે ત્યારે આ અંગે તંત્ર અને લોકજાગૃતી અનિવાર્ય બની છે.
Comments
Post a Comment