
મહેસૂલી આવક કરતાં ખર્ચ વધારે થતો હોવાથી રાજકોષીય ખાધમાં પણ વધારો : CAG
જાહેર દેવા પરના વ્યાજ પેટે રૂા. 24,449 કરોડ ચૂકવવામાં આવ્યા
અમદાવાદ : ગુજરાત સરકારનું જાહેર દેવું વધીને રૂા. 3.15,455 કરોડનું થઈ ગયું હોવાનું કોમ્પ્ટ્રોલર એન્ડ ઑડિટર જનરલના 2019-20ના વર્ષના આજે ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
માર્ચ 2020ની અંતની સ્થિતિએ આ આંકડા કેગના રિપોર્ટમાં આપવામાં આવ્યો છે. ગુજરાત સરકારના 2019-20ના બજેટમાં જાહેર દેવું રૂા. 2,67,095 કરોડનું દર્શાવવામાં આવ્યું હતું. જોકે સરકારે કરેલા આયોજન મુજબ 2023-24 સુધીમા ંગુજરાતનું જાહેર દેવું રૂા. 4,10,989 કરોડની સપાટીએ પહોંચી જવાની ધારણા મૂકવામાં આવી રહી છે.
સરકારે જાહેર દેવું વધાર્યું હોવાથી વ્યાજ પેટે વધુ રકમ ચૂકવવી પડી રહી છે. 2018-19માં વ્યાજ પેટે રૂા. 20,183.36 કરોડની કરવામાં આવેલી ચૂકવણી સામે 2019-20માં રૂા. 22,448.66 કરોડની વ્યાજ પેટે ચૂકવણી કરી હતી.
બજારમાંથી લેવામાં આવેલી લોન પર 2019-20માં રૂા. 2498 કરોડ વધુ ચૂકવવા પડયા હતા. આમ કુલ વ્યાજની ચૂકવણી રૂા. 22,449 કરોડની થઈ હતી. ગુજરાત સરકારે 2019-20માં કુલ વ્યાજની કરેલી ચૂકવણીમાં 67.96 ટકા વ્યાજ તો બજારમાંથી લેવામાં આવેલા જાહેર દેવા પેટે જ કરવાની ફરજ પડી હતી.
સરકારની મહેસૂલી આવક કરતાં ખર્ચ વધારે થાય ત્યારે રાજકોષીય ખાધમાં વધારો થાય છે. ગુજરાતની રાજકોષીય ખાધ 2019-20ના વર્ષમાં રૂા. 24,581 કરોડની રહી હતી. કેગના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે રાજકોષીય ખાધ ઓછી દર્શાવવા ગુજરાત સરકારે આંકડાકીય રમત પણ કરી છે. તેણે મહેસૂલ વિભાગને બદલે મૂડી વિભાગમાં ખર્ચ દર્શાવીને રૂા. 1881.56 કરોડની રાજકોષીય ખાધ ઓછી દર્શાવવાની કોશિશ કરી છે.
બીજીત રફ મહેસૂલી આવક વધી રહી છે. 2019-20માં મહેસૂલી આવકમાં 5.03 ટકાનો વધારો તયો હતો.તેની સામે મહેસૂલી ખર્ચમાં 6.11 ટકાનો વધારો થયો હતો. પરંતુ રાજ્યની પોતાની વેરાની આવક 1.37 ટકા ઘટી હતી. તેથી સામાજિક સેવાઓ માટે કરવામાં આવતા ખર્ચમાં 19.76 ટકાનો ઘટાડો કરવાની ફરજ પડી હતી. પરંતુ તેની સામે રાજ્યની કુલ ઉપજમાં ઘટાડો થઈ રહ્યો છે.
ઘરેલું ઉત્પાદન 2015-16માં 10.46 ટકા હતું તે 2019-20માં ઘટીને 7.21 ટકા થઈ ગયું છે. 2015 પછીના પાંચ વર્ષ બાદ કુલ ઉપજનો આ નીચામાં નીચો આંકડો છે. સરકારની વેરાની આવક વધી રહી છે. 2018-19માં વેરાની આવક રૂા. 80,102 કરડોની અને 2019-10મા ંરૂા. 99,062ના અંદાજ સામે રૂા. 79.007.50 કરોડની આવક થઈ હતી.
તેની સામે 2018-19માં મહેસૂલી ખર્ચ રૂા. 1,32,789.57 કરોડ અને 2019-20માં મહેસૂલી ખર્ચ રૂા. 1,40,898.91 કરોડનો તયો હતો. જોકે બિનવેરાકીય અને કેન્દ્રિય વેરામાંથી મળતા હિસ્સા અને સહાયક અનુદાનમાંથી થતી આવકના ઉમેરા સાથે થતી કુલ મહેસૂલી આવક કરતાં મહેસૂલી ખર્ચ ઓછો રહ્યો હતો.
https://ift.tt/2XWQoO4
Comments
Post a Comment