
ગુજરાત વિધાનસભામાં સરકાર ભીંસમાં મૂકાઇ
'ભાગેડુ જનતા પાર્ટી-વળતર ચૂકવો'ના સૂત્રોચ્ચારથી ગૃહ ગાજ્યું, વિપક્ષી ધારાસભ્યોએ વેલમાં બેસી રામધૂન બોલાવી
અમદાવાદ : વિધાનસભા સત્રના સતત બીજા દિવસે પણ વિપક્ષે કોરોનાના મુદ્દે ભાજપ સરકારને ભીંસમાં લીધી હતી. કોરોનાના મૃત્યુઆંકમાં વિસંગતતા સર્જાતા કોંગ્રેસી ધારાસભ્યોે ગૃહમાં હોબાળો મચાવી દીધો હતો જેના કારણે અધ્યક્ષે ગૃહની કાર્યવાહી પ્રશ્નોતરી કાળ સુધી સૃથગિત કરવી પડી હતી.
એક તબક્કે કોગ્રેસના ધારાસભ્યો સસ્પેન્ડ કરવા નક્કી કરાયુ હતું પણ બંને પક્ષોની વાતચીતના અંતે સસ્પેન્શન પાછુ ખેચાયુ હતું અને મામલો થાળે પડયો હતો. પ્રશ્નોતરી કાળમાં કોરોના કાળમાં મૃત્યુ પામેલાં લોકોના આંકડા મુદ્દે વિપક્ષે સવાલો ઉઠાવ્યા હતાં. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ એવો આક્ષેપ કર્યો કે, ખુદ આરોગ્ય વિભાગે જિલ્લાવાર કોરોના મૃત્યુ આંક 3864 દર્શાવ્યો હતો.
ગુજરાત સરકારે સત્તાવાર રીતે 10081નો મૃત્યુઆંક જાહેર કર્યો છે. એટલું જ નહીં. તા.14મી માર્ચે કેન્દ્રીય ગૃહ વિભાગે સ્ટેટ ડિઝાસ્ટર રિસોપન્સ ફંડના પત્ર કોરોનાને મહામારી ગણવામાં આવી છે અને મૃતકોના પરિવારજનોને રૂા.4 લાખ વળતર આપવા જોગવાઇ કરી છે તો રૂા.50 હજાર વળતર કેમ આપવા નક્કી કરાયુ છે તે સમજાતુ નથી.
આ ઉપરાંત કોંગ્રેસે માહિતી અિધકાર હેઠળ મેળવેલી માહીતી થકી એવુ જાણવા મળ્યુ છેકે, કોરોનાથી 37,637ના મોત થયા છે. ખરેખર કોરોનાના સાચા આંકડા માટે ન્યાયિક તપાસ થવી જોઇએ.
આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ ચાર લાખ વળતર આપો,મૃતકના પરિવારજનોને સરકારી નોકરી આપો તેવી માંગ સાથે પોસ્ટર પ્રદર્શન કર્યુ હતું. એટલું જ નહીં. ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા હતાં. આ જોતાં અધ્યક્ષે ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા હતાં. વિપક્ષના ધારાસભ્યોએ ભાગેડુ જનતા પાર્ટી, શરમ કરો, ન્યાય આપો-વળતર ચૂકવોના નારાં લગાવી ગૃહનુ વાતાવરણ ગુંજવી મુક્યુ હતું જેથી અધ્યક્ષ ગૃહની કાર્યવાહી સૃથગિત કરી હતી.
આમ છતાંય કોંગ્રેસી ધારાસભ્યોએ વેલમાં બેસીને રામધૂન બોલાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સતત હોબાળોને લીધે ગૃહ છોડી ગયા હતાં. આ દરમિયાન,અધ્યક્ષે ભાજપ-કોંગ્રેસના દંડક સહિતના પ્રતિનીધીઓને ચેમ્બરમાં બોલાવી ચર્ચા કરી હતી. અડધા કલાક બાદ ફરી ગૃહ શરૂ થતાં અધ્યક્ષે કોંગ્રેસી ધારાસભ્યોનુ સસ્પેન્શન પાછુ ખેચ્યુ હતું. આમ, મામલો થાળે પડયો હતો.
સરકાર જ કહે છેકે, 11,249 બાળકો કોરોનાને લીધે નિરાધાર બન્યાં
કોરોનાના મૃત્યુઆંકને લઇને ભાજપ સરકાર ભેખડે ભરાઇ છે. ખુદ સરકારે જ વિધાનસભા ગૃહમાં કબૂલ્યુ છેકે, કોરોનાના કારણે 211 બાળકો એવા છે જેમણે માતા-પિતા ગુમાવ્યા છે. એટલે 422 લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે. જયારે માત્ર માતા આૃથવા પિતાને ગુમાવનારાં બાળકોની સંખ્યા 10827 છે. ટૂંકમાં કુલ 11,249 બાળકો કોરોનાના લીધે નિરાધાર બન્યા છે. બીજી તરફ, રાજ્ય સરકારે કોરોનાનો સત્તાવાર મૃત્યુઆંક 10,081 જાહેર કર્યો છે જેના કારણે વિપક્ષે સવાલ ઉઠાવ્યા છે. આમ, કોરોના મૃત્યુઆંકનો સાચો આંક કયો તે અંગે પ્રશ્ન ઉઠયાં છે.
ગૃહમાં હોબાળો મચ્યો ને, સિનિયરોએ તમાશો નિહાળ્યો
વિધાનસભાના બે દિવસીય સત્રમાં નવી સરકારની કસોટી થઇ હતી. સત્રમાં વિપક્ષના આક્રમણ સામે નવા મંત્રીઓ રીતસરના ગેંગેફેફે થઇ ગયા હતાં. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે રૂપાણી સરકારના સિનિયર મંત્રીઓને દબાણપૂર્વક કહ્યુ હતુંકે, નવા મંત્રીઓને સહકાર આપે.
પણ તેમની શિખામણ જાણે ઝાંપા સુધી જ રહી હતી. વિધાનસભા સત્રના સતત બીજા દિવસે પણ કોંગ્રેસી ધારાસભ્યોએ કોરોનાના મૃત્યુઆંકને લઇને હંગામો મચાવ્યો હતો. આરોગ્ય મંત્રી સહિત સરકારને બરોબરની ભીંસમાં લીધી હતી ત્યારે ગૃહમાં સિનિયર મંત્રીઓએ ચૂપચાપ બેસીને તમાશો નિહાળ્યો હતો.
સરકાર સામે સતત આરોપબાજી ચાલતી રહી તેમ છતાંય સિનિયરોએ એક હરફ સુધૃધાં ઉચ્ચાર્યો ન હતો. નવાઇની વાત તો હતીકે, પ્રશ્નોતરી કાળ દરમિયાન મંત્રી પ્રદિપ પરમાર અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વિપક્ષના સવાલોથી ઘેરાયા હતાં તેમ છતાંય સિનિયરોએ કોઇ મદદ કરી હતી. રૂપાણી સરકારના પૂર્વ સિનિયર મંત્રીઓના આવા વલણને લીધે ભાજપમાં અસંતોષ ભભૂકી રહ્યો છે તે વાત સ્પષ્ટ થઇ છે.
https://ift.tt/2XYNHvG
Comments
Post a Comment