
અમદાવાદ,તા.29 સપ્ટેમ્બર 2021, બુધવાર
અમદાવાદમાં આજે સવારથી જ વાવાઝોડાની અસરના ભાગરૂપે ભારે પવન ફૂંકાયો હતો.દિવસ દરમિયાન આકાશમાં કાળાડિબાંગ વાદળો ગમે ત્યારે ધોધમાર વરસાદ વરસાવી દે તેવી અનુભુતી શહેરીજનોને થઇ હતી. જોકે આખા દિવસમાં પૂર્વ અમદાવાદના વિવિધ ભાગોમાં પવન ફૂંકાવાની સાથે મોડી સાંજે ૬ થી ૮ ના બે કલાકમાં ઓઢવ, રામોલ, મેમ્કો સહિતના વિસ્તારમાં અડધા ઇંચથી વધુનો વરસાદ પડયો હતો. અમદાવાદના પડોશી જિલ્લા આણંદ અને ખેડામાં દિવસભર ભારે વરસાદ પડયો હતો આ વરસાદ મોડી સાંજ કે રાત સુધીમાં અમદાવાદમાં આવી પહોંચશે તેવી શક્યતાઓને જોતા મ્યુનિ.તંત્ર પૂર્વમાં સતર્ક બન્યું હતું. મ્યુનિ.અધિકારીઓ અને તેમની ટીમે સવારથી જ જોખમી બોર્ડ-બેનરો, સાઇન બોર્ડ ઉતારી લેવાની કામગીરી આરંભી દીધી હતી. વાવાઝોડા સાથે અતિભારે વરસાદ તૂટી પડે તેવી સ્થિતિમાં ઉદભવનારી કોઇપણ મુશ્કેલીને પહોંચી વળાય તે માટે ફાયર બ્રિગેડ, એનડીઆરએફ અને એસડીઆરએફને સતર્ક રહેવાના આદેશ આપી દેવાયા હતા.રે વરસાદ પડી જતા વિવિધ રા ગોતા, રાણીપ અને ચાંદખેડામાં ધોધમાર બે ઇંચ વરસાદ તૂટી પડયો હતો. જ્યારે ચકુડીયા,
વરસાદ, વાવાઝોડાની અસર આજે અમદાવાદ જિલ્લામાં વર્તાઇ હતી. જ્યાં બાવળામાં ૩૦ મિ.મી. એટલેકે સવા એક ઇંચ જેટલો વરસાદ તૂટી પડયો હતો. ધંધૂકા અને ધોળકામાં ૧૩ મિ.મી., વિરમગામમાં ૮ મિ.મી., સાણંદમાં ૩ મિ.મી.વરસાદ બુધવારે સાંજના ૪ વાગ્યા સુધીમાં પડયો હતો. પૂર્વ અમદાવાદની વાત કરીએ તો ઓઢવ, કઠવાડા, દાણાપીઠ, દૂધેશ્વરમાં ૦.૫ મિ.મી., રામોલમાં ૨ મિ.મી., મેમ્કો અને વટવામાં ૧.૫ મિ.મી. તેમજ કોતરપુરમાં ૧ મિ.મી.વરસાદ સવારના ૬ થી સાંજના પાંચ વાગ્યા સુધીમાં પડયો હતો.
જોકે દિવસભર વાતાવરણ પળેપળે રંગરૂપ બદલતું હતું. ક્યારેક તળકો નીકળે,ક્યારેક વાદળો ઘેરાઇ આવે, ક્યારેક વરસાદી છાંટા પડે, ક્યારેક કાળાડિબાંગ વાદળોની અસર હેઠળ અંધરકાર પ્રસરી જાય. જોકે વાવાઝોડાની અસર તો સવારથી જ વાતાવરણમાં જોવા મળી હતી. ભારે પવન ફૂંકાયો હતો. જે આખો દિવસ રહ્યો હતો. જેના કારણે વાતાવરણમાં આજે ઠંડક જોવા મળી હતી.
આણંદ અને ખેડા જિલ્લામાં સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં પણ અતિભારે વરસાદની આગાહી વચ્ચે ગમે ત્યારે વરસાદ તૂટી પડશે તેવું સમજીને શહેરીજનો પણ સતર્ક રહીને જ ઘરની બહાર નીકળ્યા હતા. જોકે મોડી સાંજ સુધી ભારે વરસાદ દેખાયો નહતો. પરંતુ રાત્રે અથવા ગુરૂવારે દિવસ દરમિયાન ભારે પવનની સાથે ભારે વરસાદ તૂટી પડવાની પણ શક્યતાઓ રહેલી છે. આ જોતા મ્યુનિ.તંત્રે પણ તકેદારીના પગલા લેવાનું શરૂ કરી દીધું હતું.
અમદાવાદમાં 600 ફાયર કર્મીઓને બચાવ કામગીરીના સાધનો સાથે સજ્જ રખાયા
અમદાવાદ શહેરમાં વરસાદ, વાવાઝોડાની આગાહીને લઇને ફાયરબ્રિગેડને સતર્ક રહેવાના આદેશ આપી દેવાયા છે. શહેરભરમાં ૬૦૦ જેટલા ફાયરના કર્મચારીઓ-અધિકારીઓ ૧૬ ફાયર સ્ટેશનો પર સ્ટેન્ડ બાય રખાયા છે.
પાણી ભરાઇ જાય, ઝાડ કે વીજ થાંભલા અથવા હોડિંગ્સ પડી જાય, કોઇ ડૂબી જાય અથવા વાહન અકસ્માત થાય કે પછી પુર સહિતની કોઇપણ સ્થિતિ સર્જાય તેને પહોંચી વળવા માટે દરેક સ્ટેશન પર ઇમરજન્સી ટેન્કર, રેસ્ક્યું ટેન્કર, , લાઇફબોટ, એરબોટ, હાઇડ્રોલિક ટુલ્સ, મેકેનિકલ્સ કટર્સ, , લાઇફબોયા, લાઇફ જેકેટ, ઇમરજન્સી લાઇટો, જનરેટર સહિતના સાધનોથી સજ્જ રખાયા છે.
પૂર્વમાં ઓઢવ, નરોડા, અસલાલી, ગોમતીપુર સહિતના ફાયર સ્ટેશનો પર કર્મચારીઓને સ્ટેન્ડબાય રખાયા છે.
જિલ્લાના તમામ 9 તાલુકા મથકોને સતર્ક રહેવા તાકિદ કરાઇઃકલેક્ટર
અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાંગલેના જણાવ્યા મુજબ જિલ્લામાં તકેદારીના ભાગરૂપે તમામ તાલુકા મથકો, જિલ્લા કચેરીઓેને એલર્ટ કરાયા છે. તલાટી, પ્રાતઅધિકારી, મામલતદાર, ગામના સરપંચોને પણ સતર્ક રહેવા અને વરસાદ-વાવાઝોડામાં સર્જાનારી કોઇપણ પરિસ્થિતિમાં સતર્ક રહેવાની સુચના અપાઇ છે.
એસડીઆઇએફ અને એનડીઆરએફટી ટીમ પણ એલર્ટ પર છે. જરૂર પડયે તેની પણ મદદ લેવાશે. જિલ્લા કંટ્રોલરૂમને ૨૪ કલાક માટે કાર્યરત કરાયો છે.
'તાઉતે 'વાવાઝોડા વખતે અમદાવાદમાં 800 થી વધુ ઝાડ પડી ગયા હતા !
ગત વખતે અમદાવાદમાં ત્રાટકેલા 'તાઉતે 'વાવાઝોડા વખતે અમદાવાદમાં ૮૦૦થી વધુ વૃક્ષો પડી ગયા હતા. ભૂતકાળમાં પણ વરસાદ-વાવાઝોડામાં ઝાડ-હોડિગ્સ પડવાના કિસ્સામાં નિર્દોષ શહેરીજનોના મોત થયાના કિસ્સાઓ નોંધાઇ ચૂક્યા છે.
હાલમાં ગુજરાતભરમાં ભારે વરસાદ-વાવાઝોડાની આગાહી વચ્ચે મ્યુનિ.તંત્ર પણ તદેકારીના પગલા લેવાનું શરૂ કર્યું છે. જોખમી બોર્ડ-બેનર, હોડિંગ્સ ઉતારાઇ રહ્યા છે. પરંતુ તેની સાથે શહેરીજનોએ પણ સતર્ક રહેવાની ખાસ જરૂર છે. પાણી ભરાયા હોય ત્યાંથી પસાર થવાનું જોખમ ન લેવું જોઇએ, વીજ થાંભલાને અડકવું ન જોઇએ, ઝાડ નીચે તેમજ જર્જરિત મકાનની નીચે પણ ઉભું રહેવું ન જોઇએ.
ખારીકટ કેનાલ કે સાબરમતી નદી, ખારી નદીમાં પાણીનો આવરો વધી જાય તો તેનાથી દુર રહેવું જોઇએ.
પૂર્વમાં બે ઇંચમાં કેડસમા પાણી ભરાય છે તો અતિભારે વરસાદમાં શું દશા થશે !
રાજ્યભરમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહીને લઇને પૂર્વ અમદાવાદમાં રહેતા લોકોની ચિંતા વધી ગઇ છે. જો અતિભારે વરસાદ તૂટી પડે તો આખો પૂર્વનો પટ્ટો જળબંબાકાર થઇ જાય. હાલમાં સામાન્ય બે ઇંચ વરસાદમાં જ ઢીંચણસમા પાણી ભરાય છે તો પછી અતિભારે વરસાદની સ્થિતિમાં પૂર્વના વિસ્તારોની શું દશા થશે ?
ખારીકટ કેનાલ આસપાસના વિસ્તારમાં મકાનોમાં પાણી ઘૂસી જવાના બનાવો ભૂતકાળમાં બનેલા છે, તળાવો ઉભરાવા, વીજ થાંભલા પડવા, ઝાડ પડવાના કારણે રોડ બંધ થઇ જવા, શહેરના મુખ્ય માર્ગો પર જ કેડસમા પાણી ભરાય છે તો પછી ચાલીઓ અને સ્લમ વિસ્તારની શું દશા થશે તે વિચારવા લાયક છે. મ્યુનિ.તંત્રે પૂર્વના વિસ્તાર પ્રત્યે વધારે ધ્યાન આપવું જોઇએ.
Comments
Post a Comment