
વડોદરા : હોસ્પિટલમાં ડોક્ટર સાથે ભાગીદારીમાં ચાલતા મેડિકલ સ્ટોરના સંચાલક દ્વારા ખરીદ અને વેચાણ બિલમાં ગોટાળા કરીને ઓછો નફો બતાવી ૩૨ લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સાયબર સેલ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
વાસણા ભાયલી રોડ પર શ્રી હરિ રેસિડેન્સીમાં રહેતા ડો.હિરેન વિનોદરાય પોપટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,મેં અને મારી પત્ની ડો.સ્વાતિ એ જૂન-૨૦૨૦ માં વાસણારોડ પર આવેલી કાર્તિકેય નગર સોસાયટીમાં મકાન ભાડે લઇ મિયષ હોસ્પિટલ શરૃ કરી હતી.હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર સમનકુમાર પ્રવિણભાઇ પંડયા (રહે.જય જલારામ સોસાયટી,ગોત્રીરોડ)એ શરૃ કર્યો હતો.તેણે પોતાની ઓળખાણ ફાર્મસિસ્ટ તરીકે અને તેની પત્ની ડો.નમ્રતા ચૌહાણની ઓળખાણ કોર્પોરેશનના હેલ્થ સેન્ટરમાં મેડિકલ ઓફિસર તરીકેની આપી હતી.
મેડિકલ સ્ટોર માટે સમન પંડયાએ અમારી સાથે કરાર પણ કરાર કર્યો હતો.જે મુજબ નફાના પચાસ ટકા રકમ અમને આપવાનું નક્કી કર્યુ હતું.કોરોનાના કારણે એપ્રિલ-૨૦૨૧ માં અમારી હોસ્પિટલ કોવિડ હોસ્પિટલમાં રૃપાંતરિત થઇ હતી.મે-૨૦૨૧ માં દર્દીઓ દ્વારા જાણવા મળ્યું હતું કે,મેડિકલ સ્ટોરના બિલો મોડા આપવામાં આવે છે. અને બિલમાં ગરબડ થતી હોય તેવું લાગે છે.જેથી,હોસ્પિટલના સોફ્ટવેરમાં મે ંતપાસ કરતા જાણવા મળ્યું હતું કે,સમનકુમાર પંડયાએ નફાની રકમમાં ચેડાં કર્યા છે.તેમજ હિસાબમાં પણ ગોટાળો કર્યો છે.આ અંગે સમન પંડયાને પૂછતા તેણે જણાવ્યું હતું કે,સ્ટોરમાં કામ કરતા હર્ષિલ ગોહિલે બિલો બનાવવામાં ભૂલ કરી છે.
મેં હર્ષિલ ગાહિલને બોલાવી પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે,સમન પંડયા અને તેનો ભાઇ રાધેશ્યામ પંડયા મેડિકલ સ્ટોરમાં ગરબડ કરે છે.આ અંગે હર્ષિલે ઓડિયો રેકોર્ડિંગ પુરાવા તરીકે મને સંભળાવ્યા હતા.તેમજ બિલો આપ્યા હતા.સમન પંડયાની પત્ની ડો.નમ્રતા ચૌહાણે હર્ષિલને કહ્યું હતું કે,તું આ વાત કોઇને કહીશ નહી.કોઇ પૂછે તો જણાવજે કે હું ૧૯ વર્ષનો છું.મને કંઇ ખબર નથી.
સમન પંડયાએ નફાના ૨૫ લાખ નહી આપી તેમજ સપ્ટેમ્બર-૨૦૨૧ થી મેડિકલ સ્ટોર બંધ કરી દેતા અમને સાત લાખ રૃપિયાનું નુકસાન થયું છે.સમન,તેના ભાઇ રાધેશ્યામ અને સમનની પ ત્ની ડો.નમ્રતા ચૌહાણે અમને ધમકી આપી હતી.ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
દર્દીઓ પાસેથી એમ.આર.પી.કરતા વધુ ભાવ વસુલાતો હતો
વડોદરા : ડો.હિરેન પોપટે ફરિયાદમાં જણાવ્યું છે કે,મેં મેડિકલ સ્ટેરમાં નોકરી કરતા હર્ષિલને બોલાવી પૂછતા તેણે જણાવ્યું હતું કે,સમન પંડયા અને તેના ભાઇ રાધેશ્યામ દ્વારા મેડિકલ સ્ટોરમાં ગરબડ કરવામાં આવે છે.(૧)ડોક્ટર દ્વારા લખવામાં આવેલા પ્રિસ્ક્રિપ્શનમાં વધારાની દવા લખે છે.(૨)સમન પંડયાના પિતા પ્રવિણ પંડયાની આણંદમાં રાધે એજન્સી નામની દવાની એજન્સી છે.અને દવાના જે ભાવ હોય તેના કરતા વધારે ભાવ ખરીદીના બિલમાં લખવામાં આવે છે.(૩)સરકાર દ્વારા નિયત કરેલા ભાવ કરતા પણ વધુ ભાવ દર્દીઓ પાસેથી વસુલવામાં આવે છે.
https://ift.tt/3I4nfTG
Comments
Post a Comment