ગાંધીનગરઃ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 51 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 55 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,874 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.71 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયુ નથી. આજે 87,198 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 18, વડોદરા કોર્પોરેશન 10, સુરત કોર્પોરેશનમાં 6, કચ્છમાં ત્રણ, નવસારીમાં ત્રણ, રાજકોટ કોર્પોરેશનમાં ત્રણ, રાજકોટમાં બે, દેવભૂમિ દ્વારકામાં એક, ગાંધીનગર કોર્પોરેશનમાં એક, જામનગર કોર્પોરેશનમાં એક, ખેડામાં એક, મહેસાણામાં એક, વલસાડમાં એક નવો કેસ નોંધાયો હતો.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 571 કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે, જ્યારે 567 નાગરિકો સ્ટેબલ છે. 8,17,874 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10101 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 756 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 3274 લોકોને પ્રથમ અને 18253 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 9755 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 55676 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 87,198 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,70,63,034 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.

અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન, મહીસાગર, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, વડોદરા અને તાપીમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.

કોરોનાની રસીના ત્રણ ડોઝ લેવા છતાં મુંબઈનો યુવાન ઓમિક્રોન સંક્રમિત, જાણો કઈ રસી લીધી હતી ?

રાજ્યમાં વધુ ત્રણ ઓમિક્રૉનના કેસ નોંધાયા, કોણ છે આ વ્યક્તિઓ ને ક્યાંથી આવ્યા ગુજરાત, જાણો........

વીરપુરઃ મતદાન મથક પર મતદાર શું કરવા લાગ્યો તો પોલીસે ઝૂડી નાંખ્યો, જોરદાર ઝઘડાનો વીડિયો આવ્યો સામે..............

<a href="https://ift.tt/30IYege Corona Cases: દેશમાં માર્ચ 2020ના સ્તરે પહોંચ્યા એક્ટિવ કેસ, જાણો છેલ્લા 24 કલાકની સ્થિતિ

Comments
Post a Comment