પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દિયોદર તાલુકાના સણાદર ગામ પાસે 600 કરોડના ખર્ચે બનેલા બનાસ ડેરીના બીજા ડેરી પ્લાન્ટ સંકુલનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બનાસકાંઠા જિલ્લાની મહિલા પશુપાલકો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન કાર્યક્રમની શરુઆતમાં બનાસ ડેરીના ચેરમને શંકર ચૌધરીએ શરુઆતનું સંબોધન કર્યું હતું. શંકર ચૌધરીએ પોતાના સંબંધોનમાં બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પો વિશે માહિતી આપી હતી.

શંકર ચૌધરીના આહ્વાન પર લીધા ઓવારણાઃ
શંકર ચૌધરીએ પોતાના સંબોધનમાં બનાસ ડેરીની પશુપાલક માતાઓ અને બહેનોના યોગદાનનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ દરમિયા શંકર ચૌધરીએ મહિલાઓને કહ્યું કે, આપડે બધા સાથે રહીને મોદી સાહેબના 'હુમણાં'(ઓવારણા) લઇએ. દેશની લાખો પશુપાલક બહેનોને તમે જે મદદ કરો છો. આપને મા જગદંબા દેશવાસીઓની સેવા કરવાની ખુબ શક્તિ આપે. શંકર ચૌધરીના આહવાન પર હજારો મહિલાઓએ પ્રધાનમંત્રીના ઓવારણા લઇને આશિવાર્દ આપ્યાં હતા.

બનાસકાંઠાના કાર્યક્રમમાં માતાઓ-બહેનોએ પ્રધાનમંત્રીશ્રીના ઓવારણાં લીધા તે દરમ્યાન તેઓ ભાવુક થયા. pic.twitter.com/0xBSdIjo5O
— BJP Gujarat (@BJP4Gujarat) April 19, 2022

પ્રધાનમંત્રી ભાવનાઓને રોકી ના શક્યાઃ
બનાસ ડેરી આટલી મોટી સંખ્યામાં માતા-બહેનોના આશીર્વાદ પ્રાપ્ત કરી પ્રધાનમંત્રી પોતે એક ક્ષણ માટે ભાવુક થઈ ગયા હતા. આ પછી જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબંધોન કરવા આવ્યા ત્યારે તેમણે જણાવ્યું હતું કે, મારા જીવનમાં પહેલીવાર એવું બન્યું છે કે, એક સાથે દોઢથી બે લાખ માતાઓ અને બહેનોએ આજે અમને સૌને આર્શીવાદ આપી રહ્યાં છે. જ્યારે મહિલાઓ ઓવારણાં લેતી હતી. ત્યારે હું મારા મનની ભાવનાઓને રોકી ના શક્યો. આપના આર્શીવાદ મા જગદંબાની ભૂમિની માતાઓના આર્શીવાદ મારા માટે અનમોલ આર્શીવાદ છે. અનમોલ શક્તિનું કેન્દ્ર છે. અનમોલ ઉર્જાનું કેન્દ્ર છે. હું બનાસની સૌ માતા અને બહેનોને શ્રદ્ધાપૂર્વક નમન કરું છું.

Comments
Post a Comment