Mobri Bridge Collapse: મોરબીમાં પુલ હોનારતમાં 140થી વધુ લોકોના મોત થયા છે જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટના પર રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પણ દુખ વ્યક્ત કર્યું છે.

મોરબીમાં ઓરેવા ગ્રુપની બેદરકારીના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. મોરબીના ઝૂલતા પુલ તૂટ્યાના લાઇવ દ્રશ્યો વાયરલ થયા છે. ઝૂલતો પુલ તૂટતાની સાથે અનેક લોકો પાણીમાં ગરકાવ થયા હતા. દુર્ઘટના સમયે કેટલાક લોકો જાળીમાં લટકતા જોવા મળ્યા હતા. ઓરેવા ગ્રુપના કરારની કોપી એબીપી અસ્મિતાના હાથમાં લાગી છે.

મોરબી દુર્ઘટનાને લઇ ઓરેવા ગ્રુપની કાળી કમાણીનો સૌથી મોટો પર્દાફાશ થયો હતો. ઓરેવા ગ્રુપની કરારની કોપી એબીપી અસ્મિતાના હાથમાં લાગી છે. એગ્રિમેન્ટમાં 12 વર્ષથી નીચેના બાળકો માટે 10 રૂપિયાનો ટિકિટનો દર નક્કી કરાયો હતો. કાળી કમાણી કરવા માટે ઓરેવા 12 રૂપિયા ઉઘરાવતું હતુ.

એગ્રીમેન્ટ મુજબ પુખ્ત વયના લોકો માટે ટિકિટનો દર 15 રૂપિયા રખાયો હતો. પરંતુ કાળી કમાણી કરવા ઓરેવા ગ્રુપ 17 રૂપિયા વસૂલતું હતું. મોરબી દુર્ઘટના પહેલા ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલે ડંફાસ કરી હતી કે બે કરોડના ખર્ચે ઝૂલતા પુલનું રિનોવેશન ચોક્સાઇ સાથે થયું છે.

ઉલ્લેખનીય છે કે મોરબી હોનારતમાં કોઇએ પોતાનો આખો પરિવાર ગુમાવ્યો છે. ખાનપુર ગામમાં છ નાગરિકોના મોતથી ગામ શોકમાં ડૂબ્યુ હતુ. એક બાળકી, બે યુવતી, એક મહિલા અને બે પુરુષના મોત થયા હતા. જાલી દેવાણી ગામમાં એક જ પરિવારના પાંચ બાળકો સહિત સાતના મોત થયા હતા. એક જ ગામના સાત નાગરિકોના મોતથી માતમનો માહોલ જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃ

Morbi Bridge Collapse: મોદી 1979માં મોરબીની હોનારત વખતે રાહત કાર્યમાં જોડાયા હતા, જાણો કોની સાથે શેર કર્યો કિસ્સો

Comments
Post a Comment