Gujarat Assembly passes bill:  ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. ધોરણ 1થી8માં ગુજરાતી ભાષા વિષય તરીકે ફરજિયાત કરતું વિધેયક વિધાનસભા ગૃહમાં પાસ થયું છે. રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં હવેથી ધોરણ 1થી 8 સુધી ગુજરાતી ભાષાનું ફરજિયાત શિક્ષણ આપવામાં આવશે. ગુજરાતી ભાષામાં શિક્ષણ-અભ્યાસ વિધેયક ગૃહમાં સર્વાનુમતે પસાર થઈ ગયું છે. સુધારા પ્રમાણે ધોરણ-1 અને 2માં વિધેયક લાગુ રહેશે. જોગવાઈનો ભંગ કરનાર શાળા સંચાલકોને રૂ.2 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે. શાળાની માન્યતા રદ કરવા સુધીની જોગવાઈ બીલમાં કરવામાં આવી છે.

ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક 2023 શિક્ષણ મંત્રી રજૂ કર્યું હતું. હવેથી તમામ શાળાઓએ ધોરણ-1 થી ધોરણ 8 સુધી ગુજરાતી ફરજિયાત ભણાવવું પડશે. ગુજરાત ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક 2023 શિક્ષણ મંત્રી રજૂ કર્યું હતું. રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં હવેથી ધોરણ 1થી 8 સુધી ગુજરાતી ભાષાનું ફરજિયાત શિક્ષણ આપવામાં આવશે.

ગુજરાતી ભાષાના બિલની જોગવાઇઓ

તમામ શાળાઓએ ધોરણ-1થી ધોરણ-8 સુધી ગુજરાતી ફરજિયાત ભણાવવું પડશે

પ્રથમ વખત નિયમોનો ભંગ કરવાની શાળાઓને રૂ. 50,૦૦૦નો દંડ

બીજી વખત નિયમોના ભંગ બદલ રૂ. 1,૦૦,૦૦૦નો દંડ

ત્રીજી વખત નિયમોના ભંગમાં રૂ. 2,૦૦,૦૦૦નો દંડ

ત્રણ વખતથી વધુ વખત ભંગ થશે તો શૈક્ષણિક સંસ્થાની માન્યતા

રાજ્યના પ્રત્યેક બોર્ડ અને સ્કૂલને કાયદો લાગુ કરાશે

વિધેયકના નિયમો પ્રમાણે દંડ ઉપરાંત સજાની પણ જોગવાઇ છે

કાયદાનો અમલ કરાવવા માટે સરકાર નાયબ નિયામકની નિમણૂક કરશે

દંડની રકમમાં સક્ષમ અધિકારી વધારો-ઘટાડો કરી શકશે

ગુજરાત બોર્ડ ઉપરાંત તમામ બોર્ડમાં ગુજરાતી ફરજીયાત છે

સીબીએસસીની સ્કૂલો અને કેન્દ્રીય સ્કૂલોનો પણ સમાવેશ

સ્કૂલો અભ્યાસક્રમ શરૂ ન કરે તો તેને સજા કરતાં પહેલાં રજૂઆત સાંભળવાની રહેશે

બિન ગુજરાતી વિદ્યાર્થી માટે માતા-પિતા કારણો સાથે વિનંતી કરે તો મુક્તિ

રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ધોરણ 1 થી 8 સુધી ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને માતૃભાષા-ગુજરાતી ફરજીયાત ભણાવવામાં આવે છે તે સુનિશ્ચિત કરવા માટે ‘ગુજરાત ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક, 2023’ તૈયાર કરવામાં આવ્યુ છે. રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ધોરણ 1 થી 8 સુધી ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત આપવાની જોગવાઈ આ વિધેયકમાં કરવામાં આવી છે,

Comments
Post a Comment