Skip to main content

Gujarat Crime News: ગુજરાતમાં છેલ્લા 8 વર્ષમાં પોક્સો હેઠળ 14,522 ગુના નોંધાયા, બાળકીઓ પર થયેલા દુષ્કર્મમાં સજાનો દર માત્ર 1.59 ટકા

અમદાવાદ: આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ મીડિયાને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ સરકારની નીતિ ઉપર સવાલ ઉઠાવતા, લોકસભાના ચોંકાવનારા આંકડા સાથે સરકાર પાસે ખુલાસો માંગ્યો હતો. લોકસભામાં પ્રસ્તુત આંકડા પ્રમાણે પોકસો કાયદા હેઠળ ગુજરાતમાં વર્ષ ૨૦૧૪થી ૨૦૨૧ દરમિયાન ૧૪,૫૨૨ કેસ નોંધાયા હતા. વર્ષ ૨૦૧૪થી ૨૦૨૧ સુધીમાં પોકસો કેસમાં ૩૯૮.૫% નો વધારો થયો છે. વર્ષ ૨૦૧૪માં પોકસો હેઠળ ૬૧૩ ગુના નોંધાયા હતા. જેમાં ૫ કેસોમાં સજા પડેલ હતી.

* છેલ્લા આઠ વર્ષ માં ગુજરાત પોકસો (POCSO) કાયદા હેઠળ ગુના નોંધાવાના દરમાં ૩૯૮.૫% નો વધારો.
* છેલ્લા આઠ વર્ષ માં ગુજરાત રાજ્ય માં પોક્સો હેઠળ ૧૪,૫૨૨ ગુના નોંધાયા.
* છેલ્લા આઠ વર્ષ માં નાની બાળકીઓ ઉપર થયેલા દુષ્કર્મો ના ગુનાઓમાં સજા અપાવવાનો દર (conviction rate) માત્ર ૧.૫૯%
* ૧૪,૫૨૨ પોકસો કેસમાં ૨૩૧ કેસ માં જ ગુના પુરવાર થઈ શક્યા.
* ગુજરાત રાજ્ય માં આઠ વર્ષ માં ૧૨,૬૪૭ કેસ પેન્ડિંગ.

વર્ષ  ૨૦૧૫મા પોક્સો હેઠળ ૧૬૦૯ ગુના નોંધાયા હતા, જેમાં ૮ કેસમાં સજા પડેલ હતી. વર્ષ ૨૦૧૬મા પોકસો હેઠળ ૧૪૦૮ ગુના નોંધાયા હતા, જેમાં ૫ કેસમાં સજા પડેલ હતી. વર્ષ ૨૦૧૭મા પોકસો હેઠળ ૧૬૯૭ ગુના નોંધાયા હતા , જેમાં ૧૨ કેસમાં સજા પડેલ હતી. વર્ષ ૨૦૧૮મા ૨૧૫૪ કેસ નોંધાયા, જેમાં ૩૩ કેસમા સજા થયેલ હતી. વર્ષ ૨૦૧૯મા ૨૨૫૩ પોકસો કેસમા ૭૪ કેસ, વર્ષ ૨૦૨૦મા ૨૩૪૫ પોકસો કેસમા ૨૩ કેસમાં અને વર્ષ ૨૦૨૧મા પોકસો કેસમા ૭૧ કેસમાં સજા થયેલ હતી. ગુજરાત રાજ્યમાં પોકસો હેઠળ ૧૪,૫૨૨ ગુનામાં ૨૩૧ કેસમાં (conviction) ગુનો પુરવાર થઈ શક્યા હતા. ગુજરાત રાજ્યમાં પોકસો કેસમાં સજા દર માત્ર ૧.૫૯% છે તે આંકડાકીય માહિતીથી જાણવા મળે છે.

બેન દીકરીની સુરક્ષામાં સરકાર નિષ્ફળ: પાર્થિવરાજસિંહ

વર્ષ ૨૦૨૧ના અંત સુધીમાં ૧૨,૬૪૭ કેસ પેન્ડિંગ છે નો આંકડો જાણવા મળે છે. "બેટી બચાઓ બેટી પઢાઓ" ની જાહેરાતો પાછળ કરોડોના ખર્ચ થઈ પણ આ દીકરીઓને ન્યાય અપાવવામાં સરકાર નિષ્ફળ ગયી છે તે આંકડા પુરવાર કરે છે. ગૃહ મંત્રી પ્રેસ કોન્ફરન્સ કરી વાહવાહી લૂંટી શકે છે તો કથળતી કાયદો વ્યવસ્થાની જવાબદારી પણ તેમની છે. નાની બાળકીઓ ઉપર વધતી દુષ્કર્મ શારીરિક છેડછાડના ગુનાઓમાં બેફામ વધારો ગુજરાતની અસ્મિતાને શરમાવે તેમ છે. ગૃહમંત્રી પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને માનવું જોઈએ કે વધતા પોકસો કેસએ ગુજરાતની કથળતી કાયદો વ્યવસ્થા દર્શાવે છે. લોકસભાના આંકડાઓ દર્શાવે છે કે બેન દીકરીની સુરક્ષામાં સરકાર નિષ્ફળ ગયી છે.

ગુજરાત રાજ્ય માં કુલ POCSO કેસ- 14,522 કેસ

ગુજરાત રાજ્ય માં કુલ કેસ conviction -231કેસ

2014 -613 કેસ
2015-1609 કેસ
2016- 1408 કેસ
2017- 1697 કેસ
2018- 2154 કેસ
2019- 2253 કેસ
2020- 2345 કેસ
2021- 2443 કેસ

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી

અમદાવાદ:  રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે.  આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી.  આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે.

21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે.  અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે.  અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં  21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..