મહીસાગર: જિલ્લાની વધુ એક પ્રાથમિક શાળામાં આસારામની પૂજાના ફોટો સામે આવતા વિવાદ સર્જાયો છે. પ્રાથમિક માહિતી મુજબ કડાણા તાલુકાની શાળામાં આસારામની પૂજા કરવામાં આવી હોવાની વિગત સામે આવી છે. કડાણા તાલુકાની શાળામાં પણ માતૃ-પિતૃ પૂજન દિવસના નામે આસારામની પૂજા કરવામાં આવી હતી. બે ત્રણ દિવસ પહેલાની ઘટના હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. રીતસર મંડપ બાંધી આસારામના મોટો બેનર લગાવી ફોટા મૂકી પૂજા કરવામાં આવી હતી.

આસારામના ભકતો દ્વારા અન્ય પ્રાથમિક શાળામાં આસારામની પૂજા કરવામાં આવી હોવાની શક્યતા છે. જિલ્લાની એક બાદ એક શાળાઓ વિવાદમાં આવી રહી છે. બળાત્કારના આરોપીની પૂજા સરકારી શાળામાં બાળકો પર તેની કેવી અસર પડશે તેને લઈને પણ અનેક ચર્ચાઓ ઉઠી છે. વહીવટી તંત્ર નિષ્પક્ષ તપાસ કરે તો અન્ય શાળાઓમાં પણ આવી વિગત બહાર આવી શકે છે. જો કે જવાબદાર અધિકારીઓ હાલ ફોન નથી ઉઠાવી રહ્યા. જો યોગ્ય તપાસ થશે તો અનેક ખુલાસા થશે.

ગોંડલમાં રખડતા ઢોરે વધુ એક વ્યક્તિનો લીધો જીવ

રખડતા ઢોર મામલે સરકારના તમામ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. હજુ પણ વારંવાર રખડતા ઢોરને કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે. હવે આવી જ ઘટના સામે આવી છે ગોંડલમાં. ગોંડલમાં રખડતા ઢોરે વધુ એકનો ભોગ લીધો છે. સંજય ભાઈ રાવલ નામના આધેડનું મૃત્યુ થયું છે. ગઇ કાલે રાતે સંજય ભાઈ ને લઈને જતા હતા ત્યારે અચાનક આખલો સામે આવી જતા અકસ્માત સર્જાયો હતો. ગોંડલના ઘોઘાવદર ચોકમાં આ અકસ્માતનો બનાવ બન્યો હતો. આ અકસ્માતમાં સંજયભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જે બાદ તેમનું મોત નિપજ્યું.

ફેબ્રુઆરીમાં ભૂજમાં ગરમીએ તોડ્યો 50 વર્ષનો રેકોર્ડ

Gujarat Weather: હવામાન વિભાગે રાજ્યમાં કાળઝાળ ગરમી આગાહી કરી છે. ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા હોવાથી આગામી ત્રણ દિવસ તાપમાન યથાવત રહેશે. મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 38 થી 40 ડિગ્રી આસપાસ રહેશે. ભુજમાં મહત્તમ તાપમાન 40.3 ડિગ્રી પર પહોંચ્યું છે. જેની સાથે ભૂજમાં છેલ્લા 50 વર્ષના ફેબ્રુઆરી મહિનામાં મહત્તમ તાપમાન રેકોર્ડ તૂટ્યો છે.

હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. બે દિવસ બાદ બપોરે ગરમીનો પારો ઉચકાય તેવી શક્યતા છે. અને આ સાથે હવે ગુજરાતમાં ગરમી વધે તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં હજુ માર્ચ સુધી બેવડી ઋતુનો અનુભવ કરવો પડશે. એટલે કે વહેલી સવારે અને રાત્રે ફુલગુલાબી ઠંડીનો અહેસાસ થશે. અને દિવસ દરમ્યાન ચામડી દઝાડે તેવી ગરમી સહન કરવી પડશે. હજુ માર્ચ સુધી બેવડી ઋતુનો અનુભવ થશે.

સવારે ઠંડી બપોરે ગરમી કારણે રોગચાળો વધવાની દહેશત

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હજુ માર્ચ સુધી બેવડી ઋતુનો અનુભવ કરવો પડશે. જો કે આગામી 48 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી. અને માર્ચની શરૂઆતથી આકરા ઉનાળાનો થશે પ્રારંભ થઈ જશે. આ ઉપરાંત હજુ થોડા સમય માટે બેવડી ઋતુનો માર સહન કરવો પડશે. પરંતુ આ સાથે રોગચાળાનો ભય પણ વધી શકે છે.

Comments
Post a Comment