Gujarat Weather Update: હવામાન વિભાગનો અનુમાન, આગામી 24 કલાક રાજ્યમાં આ જિલ્લામાં પડશે ગાજવીજ સાથે વરસાદ

Gujarat Weather Update:ચોમાસા પહેલા ગુજરાતમાં ચોમાસા જેવા માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 24 કલાક હજું પણ વરસાદ વરસશે. જાણીએ ક્યાં વિસ્તારમાં પડશે કમોસમી વરસાદ

ગુજરાતમાં હજુ પણ કમોસમી વરસાદનું સંકટ યથાવત છે. હવામાન વિભાગની આગાહી મુજબ 24 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડશે.. જો કે 24 કલાક બાદ ફરી તાપમાન ઉચે જાય તેવો અનુમાન છે. અમદાવાદમાં ફરી તાપમાનનો પારો 40ને પાર જાય તેવી શક્યતા જોવાઇ રહી છે. જેને લઇને હવામાન વિભાગે અમદાવાદમાં યેલો એલર્ટ આપ્યું છે. હવામાનના અનુમાન મુજબ પવનની ગતિ બદલાતા ની સાથે જ ગરમીમાં વધારો થશે. અમદાવાદ અને ગાંધીનગરમાં 40 ડિગ્રીને પાર પારો જઇ શકે છે. .. વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ની અસર ઘટતા તાપમાનમાં વધારો થશે.

વિધિવત ચોમાસું શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. આવી સ્થિતિમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બનન્સના કારણે રાજ્યમાં પ્રિમોનસૂન એક્ટીવિટી શરૂ થઇ ગઇ છે. હાલ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડવાના 2 કારણો છે. હાલ એક સાયક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ છે તો બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ આ બંને સિસ્ટમના કારણે ગુજરાતમાં હાલ ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.

ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત,કચ્છ, સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શક્યતા છે, પાટણ મહેસાણા, સાબરકાંઠા, બનાસકાઠા, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી, રાજરકોટ, બોટાદ,દાહોદ, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ,ભરૂચ,આ તમામ વિસ્તારમાં 1 જૂન સુધી વરસાદની શક્યતા જોવા મળી રહી છે.

ભારતમાં એક તરફ ચોમાસું શરૂ થવાના હવે ગણતરીના દિવસો જ બાકી છે અને બીજી તરફ દેશના અનેક વિસ્તારોમાં હાલ કમોસમી વરસાદ પડી રહ્યો છે.આ વર્ષે કેરળમાં ચોમાસું 4 જૂનની આસપાસ પહોંચે તેવી શક્યતા છે, જે બાદ 12થી 15 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસું આવે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે.હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હજી પણ બે દિવસ સુધી વરસાદ પડશે.

બે દિવસ વરસેલા ભારે વરસાદથી રાજ્યમાં 11ના મોત થયા છે .. 60થી વધુ પશુઓએ જીવ ગુમાવ્યો છે. તો બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં 1600 વીજ પોલ ક્ષતિગ્રસ્ત થતા વીજ પુરવઠો પણ ખોરવાયો છે.આંધીના તોફાનથી ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ઉનાળુ બાજરી સહિતના પાકને નુકસાન થયું છે. મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં ઉનાળુ બાજરીનો પાક જમીનદોસ્ત થતા ખેડૂતોને નુકસાન થયું છે.ભારે પવન અને વરસાદને લીધે રાજ્યભરમાં ગરમીના તાપમાનનો પારો ગગડ્યો.. અમદાવાદમાં તાપમાન શૂન્યથી પાંચ ડિગ્રી ઘટ્યુ.. બે દિવસ બાદ ફરી રાજ્યમાં તાપમાનનો પારો ઉચે જાય તેવો અનુમાન છે.

Comments
Post a Comment