Skip to main content

News: ગુજરાતમાં સાયબર એટેકનો ખતરો, 500 વેબસાઇટ્સ નાઇઝિરયન હેકર્સના નિશાને, જાણો શું છે મામલો

Gujarat News: ગુજરાતમાં હવે સાયબર એટેકનો ખતરો સામે આવ્યો છે. હાલમાં જ મળેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં મોટા ભાગના વેબસાઇટ અને કંપનીઓના પૉર્ટલ પર નાઇઝિરયન હેકર્સની નજર છે, અને આ હેકર્સ ગુજરાત પર સાયબર હુમલો કરીને ડેટા સાથે છેડછાડ કરી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં અમદાવાદની 250 અને રાજ્યની 500 વેબસાઇટ હેક કરવાનો પ્રયાસ નાઇઝિરયન હેકર્સ દ્વારા કરવામાં આવ્યો છે, આ નાઇઝિરયન હેકર્સે તાજેતરમાં જ ખાનગી કસ્ટમર કેર પૉર્ટલ પર બિભત્સ લખાણ લખીને ડેટા સાથે છેડછાડ કરી છે, એટલુ જ નહીં 14 સરકારી વેબસાઇટ પર વાયરસ પણ ત્રાટક્યો હોવાની વાત પણ મળી છે. ખાસ વાત છે કે, અમદાવાદની 250 અને રાજ્યની 500 કંપનીઓના વેબસાઇટ હેક કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે, ત્યારે અમદાવાદ સાયબર ક્રાઇમે કંપનીઓને એલર્ટ કરી દીધી છે.

ભારતીયોના મોબાઇલ પર પાકિસ્તાનીઓ આ રીતે કરી રહ્યાં છે એટેક

ભારતમાં ઇન્ટરનેટ યૂઝર્સને વધુ એક ખતરાનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાની હેકર્સ ભારતીય એન્ડ્રોઈડ યૂઝર્સને નિશાન બનાવી રહ્યા છે. હાલમાં જ આ માહિતી સામે આવી છે, જેમાં ખુલાસો થયો છે કે, હેકર્સ ભારતમાં લોકપ્રિય કેટલીક એપ્સ જેવી જ ફેક એપ્સ બનાવીને ભારતીય યૂઝર્સના ફોનમાં વાયરસ ફેલાવી રહ્યા છે અને પછી તેની જાસૂસી કરી રહ્યા છે. જો તમે આ પાકિસ્તાની હેકર્સથી બચવા માંગો છો, તો અમે તમને તેમના વિશે સંપૂર્ણ માહિતી આપી છે. જેમાં અમે તમને બતાવી રહ્યા છીએ, કે કેવી રીતે પાકિસ્તાની હેકર્સ ભારતીય એન્ડ્રોઇડ યૂઝર્સને ટાર્ગેટ કરી રહ્યા છે અને કેવી રીતે તેઓ તેમની પર્સનલ ડિટેલ્સ ચોરી રહ્યા છે.

પાકિસ્તાની હેકર્સ કઇ રીતે કરી રહ્યાં છે હેક
પાકિસ્તાની હેકર્સ ટ્રાન્સપરન્ટ ટ્રાઈબ CapraRATની મદદથી ભારતીય એન્ડ્રોઈડ યૂઝર્સના મોબાઈલમાં ઘૂસણખોરી કરી રહ્યા છે, જેમાં હેકર્સ યુટ્યુબ જેવી જ ફેક એપ બનાવીને ભારતીય એન્ડ્રોઈડ યૂઝર્સના મોબાઈલમાં CapraRAT ઈન્સ્ટૉલ કરી રહ્યા છે અને ત્યારબાદ તેમની પાસે એન્ડ્રોઇડ મોબાઇલનો રિમૉટ એક્સેસ આવી જાય છે.

કયા લોકોને કરવામાં આવે છે ટાર્ગેટ -
પાકિસ્તાની હેકર્સનું એક ગૃપ કાશ્મીર મુદ્દાઓ સાથે સંકળાયેલા લોકો અને CapraRAT મોબાઇલ રિમૉટ એક્સેસ ટ્રૉજન દ્વારા પાકિસ્તાન સંબંધિત મુદ્દાઓ પર માનવાધિકારનું કાર્ય કરતા કાર્યકરો વિરુદ્ધ જાસૂસી કરી રહ્યું છે. સુરક્ષા સંશોધક એલેક્સ ડેલામૉટના જણાવ્યા અનુસાર, CapraRAT એક અત્યંત આક્રમક માલવેર છે, જે એન્ડ્રોઇડ ડિવાઇસમાં ઘૂસી જાય છે અને તમામ ડેટાની ચોરી કરે છે.

કઇ રીતે ફેલાઇ રહ્યો છે વાયરસ  -
ટેક એક્સપર્ટના મતે આ ખતરનાક એપ ગૂગલ પ્લે સ્ટૉર પર ઉપલબ્ધ નથી. પાકિસ્તાની હેકર્સ આ એપને ઇન્સ્ટૉલ કરવા માટે સોશ્યલ મીડિયા અને અન્ય વેબસાઈટનો ઉપયોગ કરી રહ્યા છે. જ્યાં તેઓ તેને ઇન્સ્ટૉલ કરવાની લાલચ આપે છે. તમારા એન્ડ્રોઈડ મોબાઈલમાં CapraRAT ઈન્સ્ટૉલ થતાં જ તમારું ડિવાઇસ પાકિસ્તાની હેકર્સ પાસે પહોંચી જાય છે.

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી

અમદાવાદ:  રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે.  આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી.  આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે.

21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે.  અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે.  અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં  21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..