GIFT City Liquor: ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ક્યાં નિયમો સાથે વેચી શકાશે દારૂ, સરકારે જાહેર કરી ગાઇડ લાઇન

Gujarat Govt Liquor Policy: ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં, 'ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી' (ગિફ્ટ સિટી) વિસ્તારમાં એક અઠવાડિયા પહેલા જ દારૂ પીવાના નિયમો હળવા કરવામાં આવ્યા હતા. તે જ સમયે, હવે રાજ્ય સરકારે ગ્રાહકોને દારૂ વેચવા માટે ઇચ્છુક હોટલ, ક્લબ અથવા રેસ્ટોરન્ટ માટે શનિવારે (30 ડિસેમ્બર) ના રોજ નિયમો જાહેર કર્યા છે. ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે, તેથી તેને ડ્રાય સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ ગિફ્ટ સિટીમાં લોકો દારૂ પી શકશે અને વેચી શકાશે, આ માટે નિયમો શું છે જાણીએ.

નિયમો હેઠળ ગિફ્ટ સિટીમાં કોઇ પણ જો દારૂ વેચવા કે પિરસવા ઇચ્છે તો તેમને FL-III લાયન્સ લેવું પડશે. તેના માટે ફોર્મ Aમાં નિષેધ અને ઉત્પાદ શુલ્ક અને ઉત્પાદ અધીક્ષક,ગાધીનગરને અપ્લાય કરવાનું રહેશે. આ ફોર્મના વેરિફિકેશન બાદ નિષેધ અને ઉત્પાદન શુલ્ક અધિક્ષક તેમની ભલામણ સાથે આ પ્રસ્તાવને લાયસન્સ આપવાના નિર્ણય માટે ડાયરેક્ટર દ્રારા ગિફ્ટ ફેસિલેશન કમિટીની પાસે મોકલાશે. કમિટીની મંજૂરી બાદ જ અધિક્ષક FL-III લાયસન્સ ઇસ્યૂ કરશે.

5 વર્ષમાં વેલિડ થશે લાયસન્સ
સરકારના નિયમો હેઠળ લાયસન્સ મળ્યા બાદ હોટેલ, ક્લબ અથવા રેસ્ટરો વાઇન એન્ડ ડાઇન એટલે કે બેસીને પીવાની જગ્યા પર જ તેને વેચી શકાશે. વાઇન એન્ડ ડાઇન માટે દારૂ માટે એક લાખ રૂપિયા વાર્ષિક ચૂકવવા પડશે. આ સાથે ત્રણ લાખની સિક્યોરિટી જમા રહેશે. શરૂઆતમાં લાયસન્ન એકથી 5 વર્ષની અવધિ માટે ઇસ્યૂ કરાશે. તેને પાંચ વર્ષ માટે રિન્યુ કરાવી શકાશે.

ગુજરાતમાં 1960માં અસ્તિત્વમા આવ્યા બાદ જ ડ્રાઇ સ્ટેટ રહ્યું છે. ગિફ્ટ સિટી ગુજરાતમાં એક વર્લ્ડ ક્લાસ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ છે. તેને ગ્લોબલ અને ડોમેસ્ટિક કંપનીઓની જરૂરતોને પુરા કરવા માટે બનાવવામાં આવ્યું છે. આ પહેલા 22 ડિસેમ્બરે ગુજરાત સરકારે ગિફ્ટ સિટી ક્ષેત્રમાં દારૂ વેચવા માટે મંજૂરી આપી છે.નવા નિર્ણયથી એવી પણ ધારણા છે કે, ગિફ્ટ સિટીમાં દારૂ પીનારા લોકોની ભીડ જોવા મળી શકે છે.

Comments
Post a Comment