<p><strong>Gujarat Heat Wave News Updates:</strong> એપ્રિલ મહિનો શરૂ થઇ ગયો છે, રાજ્યમાં ગરમીનો પારો ધીમે ધીમે વધી રહ્યો છે. ગરમીનો પારો હજુ વધવાની પણ હવામાનકારો આગાહી કરી રહ્યાં છે, ત્યારે ભારતીય હવામાન વિભાગ (IMD)એ આ વર્ષે વધુ ગરમી પડવાની આગાહી કરી છે. એપ્રિલ અને જૂન વચ્ચે ત્રણ મહિના સુધી તાપમાન ઊંચું રહેશે. હવે આગામી પાંચ દિવસમાં હીટવેવને લઇને મોટું અપડેટ સામે આવ્યુ છે. </p> <p>લેટેસ્ટ અપડેટ પ્રમાણે, એપ્રિલ મહિનાની શરૂઆતમાં રાજ્યમાં પાંચ દિવસ હીટવેવની સંભાવના નહીંવત છે, જોકે, આગામી દિવસોમાં આ વખતે 20 દિવસ સુધી હીટવેવની શક્યતા છે, જે સામાન્ય રીતે 8 દિવસ સુધી રહેશે. હવામાન આગાહી પ્રમાણે, આગાી દિવસોમાં રાજ્યમાં 13 શહેરોમાં 36 ડિગ્રીથી વધુ તાપમાન રહેશે, કચ્છ-સૌરાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે, અમરેલીમાં સૌથી વધુ મહત્તમ તાપમાન 39 ડિગ્રીએ પહોંચશે. આ ઉપરાંત ભાવનગર, રાજકોટ, ભૂજમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રીને પાર કરી શકે છે. અમદાવાદમાં 37.6 ડિગ્રી સુધી હાલમાં જ મહત્તમ તાપમાન પહોંચ્યું છે. આ સપ્તાહમાં તાપમાન 40 ડિગ્રીને પાર થવાની સંભાવના ઓછી છે.&n...
Comments
Post a Comment