Skip to main content

Startup: ગુજરાતના યુવા ઉદ્યોગ સાહસિકોએ વગાડ્યો ડંકો,રાજ્યના 9100થી વધુ સ્ટાર્ટઅપને મળી DPIITની માન્યતા

ગાંધીનગર: વ્યાપાર-ધંધાની વાત આવે ત્યાં ગુજરાતીઓનું નામ ન આવે એવું ભાગ્યે જ ક્યારેક બનતું હશે. સદીઓથી ગુજરાતીઓની આ એક સર્વમાન્ય છાપ રહી છે, જેને આપણા ગુજરાતી ભાઈઓ-બહેનો સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યા છે. છેલ્લા બે દશકામાં ગુજરાતીઓએ વિશ્વ સમક્ષ પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવા વિવિધ કાર્યક્રમોના પરિણામે આજે ગુજરાત વૈશ્વિક રોકાણકારોની પ્રથમ પસંદગી બન્યું છે.

ગુજરાતમાં જેમ-જેમ રોકાણો આવતા રહ્યા તેમ-તેમ દરેક ક્ષેત્રે વિકાસના નવા દ્વાર ખુલતા ગયા. કોઈને રોજગારી મળી, તો કોઈને પ્રેરણા. રોકાણો અને નોલેજ શેરીંગ વધતા ગુજરાતના યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતા પણ વધી. ગુજરાતમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના વિકાસ માટે કામ કરવામાં રાજ્ય સરકાર સમગ્ર દેશમાં મોખરે છે. યુવાનોમાં રહેલી ઉદ્યોગસાહસિકતાની ભાવના અને હિસ્સેદારોના સમર્થનની સહજ શક્તિને પરિણામે ભારત સરકાર દ્વારા ગુજરાતને વર્ષ ૨૦૧૮, ૨૦૧૯ અને ૨૦૨૧ એમ સતત ત્રણ વર્ષ સુધી સ્ટાર્ટઅપ રેન્કિંગમાં "શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય" તરીકેની માન્યતા આપવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતને વર્ષ ૨૦૧૭માં પણ સ્ટાર્ટઅપ ઈન્ડિયા પ્લાનના સફળ અમલીકરણ માટે પ્રતિષ્ઠિત "પ્રધાનમંત્રી એવોર્ડ ફોર એક્સેલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન" પણ મળ્યો હતો.

કોઇપણ રાજ્યના આર્થિક વિકાસમાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશન મુખ્ય ભૂમિકા ભજવે છે. એટલા માટે જ, ગુજરાત સરકારે સ્ટાર્ટઅપ અને ઇનોવેશનને પ્રોત્સાહિત કરવા માટે અનેક યોજના અને કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. ગુજરાત ઔદ્યોગિક નીતિ-૨૦૧૫ હેઠળ અપાયેલા વિવિધ પ્રોત્સાહનોથી કેટલાક સ્ટાર્ટઅપ્સે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની કામગીરી અને ઉત્પાદનોનો વિસ્તાર કર્યો છે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલીસી (SSIP 2.0) સહિતના અનેક પ્રયાસોના પરિણામે ગુજરાતે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં નોંધપાત્ર સ્થાન મેળવ્યું છે.

ગુજરાતના ૯૧૦૦થી વધુ સ્ટાર્ટઅપને મળી DPIITની માન્યતા
ગુજરાતના આશરે ૯૧૦૦થી વધુ સ્ટાર્ટઅપને ભારત સરકારના ડીપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા માન્યતા પ્રાપ્ત થઇ છે. સાથે જ રાજ્યના ઉદ્યોગ વિભાગમાં ૫૧ નોડલ સંસ્થાઓ નોંધાયેલ છે. ગુજરાતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અંગે માહિતી પ્રદાન કરતુ એક સમર્પિત સ્ટાર્ટઅપ ગુજરાત પોર્ટલ (https://ift.tt/4EHmtID) પણ રાજ્યમાં કાર્યરત છે. જેમાં સ્ટાર્ટઅપ્સને સહાયરૂપ થવા ૩૦૦થી વધુ મેન્ટર્સ રજીસ્ટર્ડ થયેલા છે. આ યોજના હેઠળ કુલ ગુજરાતના કુલ ૩૯૦ સ્ટાર્ટઅપને રૂ. ૪૩ કરોડની રોકડ સહાય ચૂકવવામાં આવી છે. એટલું જ નહિ, સહાય મેળવેલા સ્ટાર્ટઅપ્સ દ્વારા ૧૨૫થી વધુ પેટન્ટ પણ ફાઈલ કરવામાં આવ્યા છે.

સ્ટાર્ટઅપ્સને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડતી રાજ્ય સરકારની સંસ્થાઓ
આટલું જ નહિ, ગુજરાતને દેશનું સ્ટાર્ટઅપ હબ બનાવવા માટે રાજ્ય સરકારે અનેક નવતર પહેલો પણ કરી છે. કોઇપણ સારા ઇનોવેશન કે સ્ટાર્ટઅપને યોગ્ય માર્ગદર્શન, આર્થીક સહાય અને સાનુકુળ વાતાવરણ મળી રહે તે માટે રાજ્યમાં સેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ નેટવર્ક, એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, ગુજરાત વેન્ચર ફાયનાન્સ લિ., ઈન્ટરનેશનલ સેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ ટેક્નોલોજી (iCreate), ઈન્ટરનેશનલ ઓટોમોટિવ સેન્ટર ઓફ એક્સેલન્સ (iACE) અને ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ (i-Hub) જેવી વિવિધ સંસ્થાઓ ઉપરાંત યુનિવર્સીટી સ્તરે પણ ઇન્ક્યુબેટર સેન્ટરો શરુ કરવામાં આવ્યા છે.

સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારની નાણાકીય સહાય
ઔદ્યોગિક નીતિ-૨૦૨૦ હેઠળની સ્ટાર્ટઅપ યોજના અંતર્ગત રાજ્ય સરકાર સ્ટાર્ટઅપ દીઠ રૂ. ૩૦ લાખ સુધીનો સીડ સપોર્ટ, સામાજિક પ્રભાવ ધરાવતા સ્ટાર્ટઅપ્સને રૂ. ૧૦ લાખનો વધારાનો સીડ સપોર્ટ, નિર્વાહ ભથ્થા તરીકે એક વર્ષ સુધી દર મહિને રૂ. ૨૦ હજાર સહાય આપવામાં આવે છે. સ્ટાર્ટઅપ ક્ષેત્રે પણ મહિલાઓ બરાબરની ભાગીદારી નોંધાવે તે માટે મહિલાઓના નેતૃત્વ હેઠળના સ્ટાર્ટઅપ્સને નિર્વાહ ભથ્થા તરીકે દર મહિને  રૂ. ૨૫ હજારની સહાય અપાય છે. આ ઉપરાંત સ્ટાર્ટઅપ્સને એકસલરેશન પ્રોગ્રામમાં ભાગ લેવા મહત્તમ રૂ. ૩ લાખની સહાય પૂરી પાડવામાં આવે છે. સાથે જ  તાલીમ માટે સ્ટાર્ટઅપ દીઠ રૂ. ૧ લાખ સુધીની સહાય, માન્ય નોડલ સંસ્થાને સ્ટાર્ટઅપના મેન્ટરીંગના ભાગરૂપે સ્ટાર્ટઅપ દીઠ રૂ. ૧ લાખની સહાય આપવામાં આવે છે.

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી

અમદાવાદ:  રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે.  આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી.  આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે.

21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે.  અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે.  અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં  21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..