ગુજરાત વિદ્યાપીઠમાં વિવિધ ડિગ્રીઓ માટે પ્રવેશ પ્રક્રિયા:વિવિધ અભ્યાસક્રમ માટે 1,882 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે, 30 એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે

https://ift.tt/LnG5CVM આજ રોજ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા એકેડેમિક વર્ષ 2024 માટેની પ્રવેશ કાર્યવાહી જાહેર કરવામાં આવી છે. જેમાં 14 બેચલર્સ, 3 માસ્ટર્સ, 19 પીજી કોર્સ, 5 પીજી ડિપ્લોમા અભ્યાસક્રમની 1,882 જેટલી બેઠક માટે માટે પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે. ઉમેદવારે પ્રવેશ માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ, 2024 સુધી છે. રાજ્યનાં 30 કેન્દ્રો પર પરીક્ષા લેવાશે પ્રવેશ સમિતિના સંયોજક પ્રો. અજય પરીખે માહિતી આપતાં જણાવ્યુ હતું કે, ગુજરાત વિધાપીઠના તમામ અભ્યાસક્રમોમાં પ્રવેશ પરીક્ષાના આધારે જ પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉમેદવારે યુજી/પીજી માટેની CUET પરીક્ષા અથવા ગુજરાત વિદ્યાપીઠ દ્વારા નિર્ધારિત કરેલ GEETA (Gujarat Vidyapith Eligibility and Efficacy Test for Admission) બંનેમાંથી કોઈ એક પરીક્ષા આપવાની રહેશે. વિદ્યાપીઠ દ્વારા પરીક્ષા આગામી 11 મે, 2024ના રોજ રાજ્યનાં 30 કેન્દ્રો પર લેવામાં આવશે. નવું સત્ર 1 જુલાઈથી શરૂ થશે પ્રવેશ પરીક્ષા 60 પ્રશ્નોની રહેશે જે માટે 90 મિનિટ નિર્ધારિત કરવામાં આવી છે. પ્રવેશ પરીક્ષા સામાન્ય જ્ઞાન, ભાષા, તર્ક અને ગાંધીજીની સંક્ષિપ્ત આત્મકથા જેવા વિષયવસ્તુ આધારિત OMRથી લેવામાં આવશે. કસોટીનું પરિણામ 16 મે, 2024ના રોજ જાહેર કરવામાં આવશે. CUET અને GEETAના ગુણાંકને આધારે મેરિટ યાદી મુજબ પરામર્શન અને પ્રવેશ કાર્યવાહી 24થી 26 જૂન,2024 દરમિયાન યોજાશે. તથા નવું સત્ર 1 જુલાઈથી શરૂ થશે તેમ પ્રોફેસર અજય પરીખ એ જણાવ્યું હતું.
Comments
Post a Comment