
<p><strong>Gujarat Lok Sabha Candidate:</strong> ગુજરાતમાં ભાજપે પોતાની બાકીની ચાર લોકસભા બેઠકો માટે ચર્ચા અને મંથનનો દૌર શરૂ કરી દીધો છે. સુત્રો અનુસાર, ચારમાંથી એક બેઠક અમરેલી પર નવા ચહેરાને સ્થાન મળી શકે છે. આ બેઠક પર ભાજપ યુવા નેતા જનક બગદાણાને મેદાનમાં ઉતારી શકે છે. હાલમાં અમરેલી બેઠકને લઇને ચર્ચાએ જોર વધાર્યુ છે. </p> <p>ગુજરાતમાં 26 બેઠકો માટે ભાજપે પોતાની પ્રથમ અને બીજી યાદી જાહેર કરી દીધી છે, પ્રથમ યાદીમાં 15 ઉમેદવારો અને બીજી યાદીમાં 7 ઉમેદવારોના નામે જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે 4 બેઠકો પર નામોની જાહેરાત બાકી રાખી હતી. ભાજપ પોતાની ત્રીજી યાદી પણ બહુ જલદી જાહેર કરી શકે છે. પરંતુ આ બધાની વચ્ચે અમરેલી બેઠકને લઇને મોટી જાણકારી સામે આવી છે. અમરેલી બેઠક પર ભાજપના ઉમેદવાર બદલાઇ શકે છે. આ બેઠક પર જનક બગદાણાને ભાજપ ઉમેદવાર બનાવી શકે છે. સંગઠનના નેતા જનક બગદાણા અહીં ઉમેદવાર બની શકે છે. હાલમાં જનક બગદાણા બગદાણા ધામમાં સેવા આપે છે, અને સ્વર્ગસ્થ મનજી બાપાના દીકરા પણ છે. ખાસ વાત છે કે, જનક બગદાણાને નેતાગીરીનો અનુભવ પણ છે. જનક બગદાણા સુરતની કરંજ બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. </p> <p>ગુજરાતમાં પ્રથમ બે યાદી બાદ ત્રીજી યાદી બહુ જલદી આવી શકે છે. આ ત્રીજી યાદીમાં ગુજરાતમાંથી ચાર બેઠકો પરના નામે આવી શકે છે. અગાઉ ભાજપે બીજી યાદીમાં અમરેલી, મહેસાણા, જુનાગઢ અને સુરેન્દ્રનગરના ઉમેદવારો નામ બાકી રાખ્યા હતા, જેના પર હવે ચર્ચાઓ શરૂ થઇ છે. ગુજરાતની ચાર બેઠકો માટે આવતીકાલે મંથન થશે. </p>
Comments
Post a Comment