Gujarat Weather Today: ગુજરાતીઓ ગરમીમાં શેકાવવા માટે તૈયાર થઈ જાય છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે માર્ચ મહિનાના અંત સુધી ગરમીનો પારો આસમાને પહોંચશે. માર્ચ મહિનાના અંતમાં પારો 40 ડિગ્રી સુધી પહોંચવાનું અનુમાન છે. સોરાષ્ટ્રમાં માર્ચ મહિનાના અંત સુધીમાં પારો 40 ડિગ્રી પોચશે તેવી શક્યતા છે. પવનની દિશા ઉત્તર પૂર્વ ઉત્તર ગુજરાતમાં છે. દક્ષિણ ગુજરાતમાં પૂર્વ દિશાથી પવન ફૂંકાઈ રહ્યા છે. આ દરમિયાન અમદાવાદનું તાપમાન 36.1 ડિગ્રી તાપમાન રહ્યું છે. જ્યારે નલિયા 38 ડિગ્રી તાપમાન, ગાંધીનગર 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

રાજ્યમાં 24 કલાકમાં નોંધાયેલ તાપમાનનો આંકડા

અમદાવાદ 36.1 ડિગ્રી

ગાંધીનગર 36.0 ડિગ્રી

ડીસા 36.5 ડિગ્રી

વડોદરા 36.4 ડિગ્રી

અમરેલી 37.6 ડિગ્રી

ભાવનગર 33.6 ડિગ્રી

રાજકોટ 37.9 ડિગ્રી

સુરેન્દ્રનગર 37.3 ડિગ્રી

પોરબંદર 36.5 ડિગ્રી

ભુજ 37.4 ડિગ્રી

નલિયા 38.0 ડિગ્રી

કંડલા 36.7 ડિગ્રી

કેશોદ 37.2 ડિગ્રી

Comments
Post a Comment