Skip to main content

ટનાટનની રાજનીતિમાં આક્ષેપો દે ધનાધન!:કૉંગ્રેસ-ભાજપે વાર-પલટવાર કરી એકબીજાની દુઃખતી નસ દબાવી!, હવામાન વિભાગનો નવો ધડાકો


https://ift.tt/aK0eHAx ગુજરાતમાં 'ટનાટન' પોલિટિક્સ હાલ લોકસભા ચૂંટણીનો જંગ ચાલી રહ્યો છે અને આ જંગમાં હવે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સોશિયલ મીડિયા પર વોર શરૂ થઈ ચૂક્યું છે. આ વોરની શરૂઆત કરી છે પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ. પૂર્વ ધારાસભ્ય ધાનાણીએ એક્સ પર પોણા અગિયાર વાગ્યે એક પોસ્ટ કરી હતી. જેમાં તેમણે 'ભાજપમાં આંતરિક અસંતોષનો ઉભરો શમતો નથી'ના હેડિંગ સાથેનું ન્યૂઝ પેપરનું કટિંગ પોસ્ટ કરી લખ્યું કે, યજ્ઞેશ દવેના ટ્વીટ બાદ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે ફેસબુક પોસ્ટ દ્વારા જવાબ આપ્યો અને એક પોસ્ટર પોસ્ટ કર્યું હતું. જેમાં કમળને ઉંધુ ચિતરવામાં આવ્યું હતું. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સોશિયલ મીડિયા પર વોર જામ્યા બાદ આ વાત મીડિયા સામે આવી હતી અને એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરવા લાગ્યા હતા. થોડીવારમાં તો ગુજરાતનો રાજકીય માહોલ ગરમ થઈ ગયો હતો. આ ઘટનાક્રમ વચ્ચે પરેશ ધાનાણીએ ફરી ભાજપ પર નિશાન તાક્યું અને 4.53 વાગ્યે એક્સ પર એક પોસ્ટ કરી જેમાં લખ્યું કે, જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષા માટે કોલ લેટર જાહેર ગુજરાત જૂનિયર ક્લાર્ક ભરતી પરીક્ષા માટે કોલ લેટર જાહેર કરી દેવાયા છે. ગુજરાત સબઆર્ડિનેટ સર્વિસ સેક્શન બોર્ડ (GSSSB)એ જૂનિયર ક્લાર્કની સાથોસાથ સીનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત અન્ય પદો માટે આયોજિત થનારી એક્ઝામ માટે કોલ લેટર સત્તાવાર વેબસાઈટ gsssb.gujarat.gov.in પર જાહેર કરી દેવામાં આવ્યા છે. GSSSB તરફથી જાહેર કરાયેલી સૂચના અનુસાર, ગ્રુપ A અને ગ્રુપ Bના પદો પર ભરતી માટે CCE 2024 પરીક્ષા 1 એપ્રિલથી 8 મે 2024 સુધી આયોજિત કરાશે. પરીક્ષા 4 શિફ્ટમાં કંડક્ટ કરાશે. પરીક્ષામાં સામેલ થવા જઈ રહેલા ઉમેદવારોને સલાહ આપવામાં આવી છે કે હોલ ટિકિટની સાથોસાથ એક વેલિડ ફોટો આઈડી કાર્ડ પણ જરૂર લઈને આવે. આ સિવાય ઉમેદવારોને પરીક્ષામાં એન્ટ્રી નહીં મળે. પરીક્ષાર્થી આ એક્ઝામથી જોડાયેલી માહિતી મેળવવા માટે સત્તાવાર વેબસાઈટ પર વિઝિટ કરી શકે છે. કોલ લેટર કેવી રીતે કરશો ડાઉનલોડ? સૌથી પહેલા ઉમેદવારો gsssb.gujarat.gov.in સત્તાવાર વેબસાઈટ ઓપન કરે. હવે હોમપેજ પર, કોલ લેટર સેક્શન પર ક્લિક કરો. નવું પેજ ખુલશે, તે લિંક પર ક્લિક કરો, જેમાં લખ્યું છે – GSSSB/202324/212 – Gujarat Subordinate Service, Class-3 (Group – A and Group – B) Combined Exam. હવે, પોતાનો ક્રેડેન્શિયલ્સનો ઉપયોગ કરીને લોગીન કરો અને સબમિટ કરો. તમારું એડમિટ કાર્ડ સ્ક્રીન પર જોવા મળશે. તેને ડાઉનલોડ કરો અને પ્રિન્ટઆઉટ લો. પૂર્વ IPS સંજીવ ભટ્ટ દોષિત જાહેર પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટે નોંધેલા ખોટા NDPS(નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક) કેસ મુદ્દે પાલનપુર બીજી એડી. સેશન્સ કોર્ટે દોષિત જાહેર કર્યા છે. અત્યારે સંજીવ ભટ્ટ પાલનપુર જેલમાં બંધ છે. જેમને આજે સેસન્સ કોર્ટમાં રજૂ કરાયા હતા. જોકે, આજે કોઇ સજા સંભળાવવામાં નથી. જેમને ફરીથી આવતીકાલે કોર્ટમાં રજૂ કરાશે. ત્યારે આવતીકાલે સજા સંભળાવવામાં આવશે. હાલમાં સમગ્ર મામલે બનાસકાંઠા જિલ્લા પોલીસ એલર્ટ પર છે. નોંધનીય છે કે, સંજીવ ભટ્ટ પર 1996માં પાલનપુરની હોટેલમાં રાજસ્થાનના વકીલની રૂમમાં ખોટી રીતે ડ્રગ્સ પ્લાન્ટ કરી, દુકાન ખાલી કરવા ધમકી આપી વકીલને ફસાવવાનો આરોપ લાગ્યો હતો. 5 સપ્ટેમ્બર 2018માં સંજીવ ભટ્ટની ધરપકડ થઈ હતી. ગુજરાતીઓ 2 દિવસ ગરમીમાં શેકાવા તૈયાર રહેજો ગુજરાતભરમાં હાલ ભુક્કા બોલાવી દે તેવી ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીની નજીક રહ્યું હતું. કેટલાક જિલ્લાઓમાં તો 40 ડિગ્રીથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદ શહેરમાં પણ બફારા સાથે ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ રહ્યો હતો. ત્યારે આગામી 2 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલા જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી સાથે યલો અલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતવાસીઓને ગરમીમાં શેકાવુ પડશે. હજુ તો માર્ચ મહિનામાં જ આ સ્થિતિ છે તો આગામી એપ્રિલ અને મે મહિનામાં ગુજરાતવાસીઓ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠશે.હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસને લઈને આગાહી કરવામાં આવી છે કે, આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યભરમાં સૂકુ વાતાવરણ રહેશે. સાથે જ ગરમ પવનો ફૂંકાવાને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ભેજયુક્ત વાતાવરણ રહેશે. જેને કારણે ડિસ્કમ્ફર્ટ એટલે કે બફારાની સ્થિતિ રહેશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી ત્રણ દિવસ દરમિયાન હીટવેવની શક્યતા છે. અમદાવાદમાં મોડી રાત્રે 2 રાઉન્ડ ફાયરિંગ અમદાવાદ ઘુમા ગામ પાસે મેરી ગોલ્ડ સર્કલ નજીક વેપારીએ ગત રાતે 3 વાગે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. વેપારી પર ધંધુકાના શખસો હુમલો કરવા આવતા સ્વ-બચાવમાં ફાયરિંગ કર્યું હતું. વેપારી પર હુમલો કરવા માટે સાણંદના રાજેન્દ્રસિંહ સોલંકી અને બોપલના અનિલસિંહ પરમાર નામના વ્યક્તિ સહિત કુલ 9 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. વેપારીએ લાયસન્સવાળી રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું, જેથી કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી. પાટીલ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરશે પરસોત્તમ રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદને શાંત પાડવા પાટીલ એક્ટિવ થયા છે. આ વિવાદને શાંત પાડવા પાટીલ આજે રાજકોટમાં સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરશે અને અમદાવાદમાં ક્ષત્રિય સમાજની 70 સંસ્થાઓ સાથે બેઠક કરશે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

આજે શહેરના વોર્ડ નં.6ની એક બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થશે

- રવિવારે માત્ર 29.45 ટકા જેટલું નિરસ મતદાન થયું હતું - આ બેઠક કબજે કરવા ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવાયું સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર નગરપાલીકાનાં વોર્ડનં-૬ની યોજાયેલ પેટા ચુંટણીનું આજે પરિણામ જાહેર થવાનુ છે. માત્ર ૨૯.૪૫ ટકા નિરસ મતદાનથી ઉમેદવારોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. આજે કોનું નસીબ ખુલશે તે બપોર સુધીમાં નક્કી થઈ જશે. સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત નગરપાલીકાના વોર્ડ-૬ની એક બેઠક માટે રવિવારે ચૂંટણી યોજાઈ હતી જેમાં માત્ર ૨૯.૫૪ ટકા જ મતદાન થયુ હતુ. આજે મતગણતરી થવાની છે. ગત ચૂંટણીમાં આ વોર્ડમાંથી ભાજપની આખી પેનલ વિજેતા બની હતી. પરંતુ એક સદસ્યએ રાજીનામુ આપી દીધુ હતુ.  અનેક પાયાની સુવિધાથી વંચિત વોર્ડમાં આ વખતે નિરસ મતદાનમાં મતદારોની નારાજગી વ્યકત થઈ હોવાનું મનાય છે. અનેક મતદારોએ મત આપવા જવાનું ટાળીને પોતાની નારાજગી વ્યકત કરી છે. તો ૨૯.૫૪ ટકા મતદારોએ મત આપ્યા છે. તેમા નગર પાલીકાના ભાજપના શાસકો પર વિશ્વાસ અકબંધ રાખ્યો છે કે પરિવર્તનની દીશામાં મતદાન કર્યુ છે તે આજનું પરિણામ નક્કી કરશે. ભાજપ અને આમઆદમી પાર્ટીએ આ વોર્ડમાં પાટીદાર ઉમેદવાર ઉભા રાખ્યા ...