ગાંધીનગર: રાજ્યના હવામાન વિભાગ દ્વારા કાળઝાળ ગરમીને લઈ આગાહી કરવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસોથી ગરમીમાં અસહ્ય વધારો થઈ રહ્યો છે, રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો ઉંચો જઈ રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વથી ઉત્તરના પવન ફૂંકાઇ રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. કાળઝાળ ગરમીનું પ્રમાણ વધવાને કારણે લોકો કામ વગર બહાર જવાનું ટાળે છે. હવામાન વિભાગે કહ્યુ કે, દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને ભેજવાળુ વાતાવરણ રહેશે.

ગુજરાતમાં છ દિવસ હીટવેવની આગાહી

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આજે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં છ દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે ગુજરાતમાં સાત દિવસ હવામાન શુષ્ક રહેશે. આવનારા સાત દિવસોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની આગાહી કરવામાં નથી આવી. જોકે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં એકથી બે ડિગ્રી તાપમાનમાં વધારો નોંધાશે.

અમરેલી સૌથી ગરમ શહેર

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 37.4 ડિગ્રી, ગાંધીનગરમાં 37.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં અમરેલીમાં 40.2 ડિગ્રી સૌથી વધુ તાપમાન નોંધાયુ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી 24 કલાકમાં 39 ડિગ્રી સુધી તાપમાન જવાનું અનુમાન છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી

હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ માટે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં હીટવેવની વોર્નિંગ આપવામાં આવી છે. આગામી ચાર દિવસ એટલે કે, આજથી 25મી તારીખ સુધીમાં કચ્છ, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીરસોમનાથ, અમરેલીમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.

કચ્છ, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીરસોમનાથ, અમરેલી અને દીવમાં હીટવેવની વોર્નિંગ છે. હવામાન વિભાગે કહ્યુ કે, દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને ભેજવાળુ વાતાવરણ રહેશે. આ વિસ્તારોમાં ગરમ પવનો ફૂંકાશે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, જે જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે તેની આસપાસના વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી શકે છે. આગામી પાંચ દિવસ માટે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હીટવેવની વોર્નિંગ આપવામાં આવી છે.

Join Our Official Telegram Channel:

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે. આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી. આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે.

21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે. અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં 21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...
Comments
Post a Comment