ગાંધીનગર: રાજ્યમાં ગરમીનો પારો આસમાને પહોંચી રહ્યો છે. હવામાન વિભાગે પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની સાથે યલો એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગમી 5 દિવસ વાતાવરણ સૂકુ રહશે. કચ્છ, ગીર સોમનાથ, પોરબંદરમાં ગરમ પવન ફૂંકાશે. અમદાવાદમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલીમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પશ્ચિમ ઉત્તર દિશામાં પવન ફૂંકાઈ રહ્યા છે. દરિયાઈ વિસ્તારમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. કચ્છ, ગીર સોમનાથ અને પોરબંદરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા લોકોને બપોર બાદ ઘરની બહાર ન નિકળવા અપીલ કરાઈ છે અને શક્ય હોય ત્યાં સુધી વધારે પાણી પીવાનું જણાવાયું છે.

હવામાન વિભાગ અનુસાર જૂનાગઢ, કચ્છમાં પણ આગ ઝરતી ગરમી પડશે. અમદાવાદમાં 43 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની શક્યતા છે. 11 શહેરોમાં તાપમાનનો પારો 37 ડિગ્રીને પારને પહોંચ્યો છે. હીટવેવની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ આપ્યું છે. કામ વગર બપોરના સમયે બહાર ન જવા અપીલ કરી છે.

રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 37 ડિગ્રીને પાર પહોંચ્યો છે. હીટવેવની શક્યતાના કારણે લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને બપોરના સમયે જરૂર વિના બહાર ન નિકળવાનું સૂચન કરવામાં આવ્યું છે. સાથે જ જરૂર જણાય તો શાળાઓના સમયમાં ફેરફાર કરવાનું કહેવામાં આવ્યું છે.

હવામાન વિભાગે ગુજરાતના અનેક શહેરોમાં હીટવેવની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી છે. અહીં પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, કચ્છમાં ભીષણ ગરમી પડશે. ગીર સોમનાથમાં સિવિયર હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 24 માર્ચ સુધી કચ્છ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં હીટવેવની આગાહી છે. તો 25 થી 26 માર્ચ સુધી કચ્છ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ અને, અમરેલીમાં હિટવેવની આગાહી છે.

રાજકોટમાં 40 ડિગ્રી કરતા વધુ તાપમાન થતા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ગરમીને લઈને લોકોને બપોરે સાવચેત રહેવા અપીલ કરી છે. બપોરે 1 થી 4 વાગ્યા સુધી બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. ડી હાઇડ્રેશનનું પ્રમાણ રોકવા લોકોએ લીંબુ પાણી, છાસનો ઉપયોગ કરવા જણાવાયું છે.

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે. આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી. આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે.

21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે. અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં 21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...
Comments
Post a Comment