Skip to main content

Gujarat: રાજકોટમાં રૂપાલા સામે ઉતરવાની આ દિગ્ગજ કોંગ્રેસીની ઇચ્છા, કહ્યું- પાર્ટી ટિકીટ આપશે તો લડી લઇશ

Gujarat Congress: ગુજરાત કોંગ્રેસ લોકસભા ચૂંટણીને લઇને હવે એક્શન મૉડમાં આવ્યુ છે, ગુજરાતમાં કોંગ્રેસે પોતાની બીજી યાદીમાં સાત નામો જાહેર કર્યા છે. ગઇ રાત્રે કોંગ્રેસ પોતાની બીજી યાદી જાહેર કરી જેમાં કુલ 43 ઉમેદવારોના નામે સામેલ હતા. આ યાદી જાહેર થયા બાદ ગુજરાતમાં બાકી રહેલી બેઠકોમાં રાજકોટ બેઠક માટે કોંગ્રેસના દિગ્ગજ નેતા લલિત કગથરા મોટુ નિવેદન આપ્યુ છે, તેમને રાજકોટથી લોકસભા લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

કોંગ્રેસ પાર્ટીની બીજી યાદી જાહેર થયા બાદ રાજકોટ-સૌરાષ્ટ્રના રાજકોય માહોલ ગરમાયો છે. ગુજરાત કોંગ્રેસના મોટા નેતા, પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના કાર્યકારી પ્રમુખ લલિત કગથરાએ ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે. લલિત કગથરાએ આ વખતે ભાજપના દિગ્ગજ નેતા પરસોત્તમ રૂપાલા સામે રાજકોટ લોકસભામાં ઉતરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આજે લલિત કગથરાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, પાર્ટી કહેશે તો હું રાજકોટથી લોકસભા લડીશ. મે મારી વાત કોંગ્રેસ મોવડી મંડળને કહી દીધી છે. રાજકોટમાં રૂપાલાએ ભાજપના આયાતી ઉમેદવાર છે. લલિત કગથરાએ અર્જૂન મોઢવાડિયા અને અન્ય કોંગ્રેસ નેતાઓના પક્ષ છોડવા અંગે પણ પ્રતિક્રિયા આપી હતી, તેમને કહ્યું કે, અર્જૂન મોઢવાડિયાના જવાથી કોઇ ફેર ના પડે.

લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં કૉંગ્રેસે  ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ

લોકસભા ચૂંટણી 2024ને લઈ કૉંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. કૉંગ્રેસની આ યાદીમાં ગુજરાતમાંથી 7  ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. બનાસકાંઠા બેઠક પરથી  ગેનીબેન ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. વલસાડ બેઠક પરથી અનંત પટેલને ટિકિટ મળી છે. બારડોલી બેઠક પરથી સિદ્ધાર્થ ચૌધરીને ટિકિટ મળી છે. અમદાવાદ પૂર્વ બેઠક પરથી રોહન ગુપ્તા અને અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી ભરત મકવાણાને ટિકિટ મળી છે. પોરબંદર બેઠક પરથી લલિત વસોયાને ટિકિટ આપવામાં આવી છે.

ગુજરાતમાં કૉંગ્રેસે 7 ઉમેદવારોના નામની જાહેરાત કરી

બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર

અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા

અમદાવાદ પૂર્વ રોહન ગુપ્તા

બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી

વલસાડથી અનંત પટેલ

પોરબંદરથી લલિત વસોયા

કચ્છથી-નિતેષ લાલણ

આ સિવાય જોરહાટથી ગૌરવ ગોગોઈ, સિલચરથી સૂર્યા ખાન અને જાલોરથી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને આ યાદીમાં ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ પહેલા કોંગ્રેસે તેની પ્રથમ યાદીમાં 39 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.

7 માર્ચે યોજાયેલી કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ઘણા મોટા નામો નક્કી કરવામાં આવ્યા હતા. કૉંગ્રેસે આ પહેલા 8 માર્ચે પ્રથમ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.પ્રથમ યાદી મુજબ કેરળની વાયનાડ લોકસભા સીટ પરથી કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

મધ્યપ્રદેશમાં કોંગ્રેસના ઉમેદવારો

છિંદવાડા- નકુલનાથ
ભીંડ- ફૂલસિંહ બરૈયા
ટીકમગઢ- પંકજ અહિરવાર
સતના- સિદ્ધાર્થ કુશવાહા
ડાયરેક્ટ - કમલેશ્વર પટેલ
મંડલા - ઓમકાર સિંહ મરકામ
દેવાસ - રાજેન્દ્ર માલવિયા
એજ - રાધેશ્યામ મુવેલ
ખરગોન - પોરલાલ ખરતે
બેતુલ - રામુ ટેકમ

ગુજરાતમાં કૉંગ્રેસે 7 ઉમેદવારોના નામની જાહેરાત કરી

બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર

અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા

અમદાવાદ પૂર્વ રોહન ગુપ્તા

બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી

વલસાડથી અનંત પટેલ

પોરબંદરથી લલિત વસોયા

કચ્છથી-નિતેષ લાલણ

પ્રથમ યાદીમાં 39 ઉમેદવારોના નામ હતા

અગાઉ કોંગ્રેસે 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, જેમાં રાહુલ ગાંધી, શશિ થરૂર અને કેસી વેણુગોપાલ સહિતના દિગ્ગજ નેતાઓની ઉમેદવારીની જાહેરાત કરવામાં આવી હતી.

3 પૂર્વ મુખ્યમંત્રીઓના પુત્રોને ટિકિટ

બીજી યાદીમાં કોંગ્રેસે 3 પૂર્વ મુખ્યમંત્રીઓના પુત્રોને ટિકિટ આપી છે. અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને રાજસ્થાનના ઝાલોર અને કમલનાથના પુત્ર નકુલ નાથને એમપીના છીંદવાડાથી તો આસામના પૂર્વ સીએમ તરુણ ગોગોઈના પુત્ર ગૌરવ ગોગાઈને ટિકિટ આપી છે.

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી

અમદાવાદ:  રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે.  આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી.  આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે.

21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે.  અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે.  અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં  21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..