Gujarat Agri And Farm News: ગુજરાતના ખેડૂતો માટે પોતાની ખેત પેદાશોને ખરીદી માટે આજથી ટેકના ભાવથી ખરીદી શરૂ કરાઇ છે, સરકાર દ્વારા નક્કી કરાયેલા ટેકાના ભાવથી આજેથી રાજ્યભરમાં ખરીદ કેન્દ્રો પર વિવિધ ખેત પેદાશોની ખરીદી-વેચાણ થશે. આજથી રાજ્યમાં તુવેર, ચણા, રાયડા સહિતના પાકોની ખરીદી ટેકાના ભાવે શરૂ થઇ છે, જેમાં ક્વિન્ટલ દીઠ પાંચ હજારથી વધુ ભાવો નક્કી કરવામાં આવ્યા છે.

આજથી રાજ્યભરમાં ખેડૂતો પોતાની ખેત પેદાશોને ટેકાના ભાવે ખરીદ-વેચાણ કરી શકશે, સરકાર દ્વારા નક્કી કરાયેલા ટેકાના ભાવથી ખેડૂતો ખરીદ કેન્દ્રો પર ખરીદ-વેચાણ કરી શકશે. આજથી તુવેર, ચણા, રાયડા સહિતના પાકોની આજથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરાઇ છે. આ ખરીદે આજથી 90 દિવસ સુધી ટેકાના ભાવે કરી શકાશે. આજથી રાજ્યભરમાં 140 ખરીદ કેન્દ્રોથી કરાશે તુવેરની ખરીદી, 187 ખરીદ કેન્દ્રોથી કરાશે ચણાની ખરીદી, 110 ખરીદ કેન્દ્રો પરથી કરાશે રાયડાની ખરીદી કરાશે. પોષણ ક્ષમ ટેકાના ભાવો માટે તુવેરના 7 હજાર પ્રતિ ક્વિન્ટલ ભાવ નક્કી કરાયા છે, ચણાના પ્રતિ ક્વિન્ટલ 5440 ભાવ નક્કી કરાયા છે, અને રાયડાના પ્રતિ ક્વિન્ટલ 5650 ભાવ નક્કી કરાયા છે.

I Khedut: બાગાયતી યોજનાના વિવિધ ઘટકોની સહાય મેળવવા આજે જ કરો અરજી

રાજ્યના ખેડૂતોની આવક વધે તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. ઘણી યોજનાઓમાં સરકાર દ્વારા સહાય પણ આપવામાં આવે છે. રાજ્યના બાગાયત વિભાગ દ્વારા બાગાયતી યોજનાઓના વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે 01-03-2022થી 30-04-2022 સુધી અરજી કરવા માટે ikhedut પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

પાંચ વર્ષમાં સહાય મેળવી શકાય એવાં ઘટકો

અર્ધા પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ

ડીઝલ, ઈલેક્ટ્રીક, પેટ્રોલ પંપ સેટ (ઓઈલપામ-એચઆરટી 6)

ટુલ્સ ઈક્વિપમેંટ, શોર્ટીંગ, ગ્રેડીંગના સાધનો, પીએતએમના સાધનો (વનજકાંટા, પેકિંગ મટીરિયર્લ, , શોર્ટિંગ, ગ્રેડીંગ મશીનરી જેવા સાધનો તથા પ્લાસ્ટીક)

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના બાગાયતી પાકો

ગુજરાતના બાગાયતી પાકો હવે ગુજરાતની ઓળખ બની ગયા છે. જાણો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જમીન અને વરસાદના પ્રમાણમાં લેવાતાં બાગાયતી પાકો વિશે.

ફળઃ આંબા, ચીકુ, પપૈયા, નાળિયાર, બોરડી, સીતાફળ

શાકભાજીઃ ડુંગળી, ટમેટા, કાકડી, કોબીજ, ફ્લાવર, ભીંડા

મસાલાઃ મરચાં, જીરું, સલણ, મેથી

ફૂલોઃ ગલલોટા, ગુલાબ, ગેલાર્ડિયા

ઔષધીય અને સુગંધિતઃ ઈસબગુલ, સફેદ મૂસળી, સેના, કુંવારપાઠું

Comments
Post a Comment