
https://ift.tt/trCz1R7 રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ (આરટીઇ) હેઠળ ખાનગી શાળામાં ધોરણ 1માં પ્રવેશ માટે ઓનલાઇન મુદત 26 માર્ચથી વધારીને 30 માર્ચ રાત્રીના 12 વાગ્યા સુધીની કરવામાં આવી છે.મહેસાણા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોએ જણાવ્યું કે, જિલ્લામાં 215 ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા લેખે આરટીઇ હેઠળ કુલ 841 બેઠક માટે પ્રવેશ અપાશે. જેમાં અત્યાર સુધી 4358 ઓનલાઇન અરજી મળી છે. હવે મુદતમાં ચાર દિવસનો વધારો થતાં 30 માર્ચ સુધી ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશે. રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા નવા શૈક્ષણિક સત્રથી ધોરણ 1માં વિનામૂલ્યે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળામાં પ્રવેશ માટે https://rte. orp gujarat.com/ પર ઓનલાઇન અરજી 14 માર્ચથી 26 માર્ચ સુધી 13 દિવસનો સમય નક્કી કરાયો હતો. જોકે, આ સમયગાળા દરમિયાન જાહેર રજાઓના કારણે વાલીઓને આવકના દાખલા, જાતિના દાખલા વગેરે જેવા આધારો મેળવવામાં વિલંબ થતાં જિલ્લા કક્ષાએથી રાજ્ય કક્ષા સુધી રજૂઆતો પહોંચી હતી. જેને પગલે ઓનલાઇન અરજી કરવાનો સમયગાળો વધારીને હવે 30 માર્ચ કરાયો છે.
Comments
Post a Comment