સૌરાષ્ટ્ર-કચ્છમાં 149 ITI કોલેજ:મરીન એન્જિનિયરિંગ, કાર પેઈન્ટિંગ, 3D પેઈન્ટિંગ, સોલાર ટેકનિશયનની સાથે ઈલેક્ટ્રિશિયન-વાયરમેનનો કોર્ષ ઓન ડિમાન્ડિંગ

https://ift.tt/RrmXAdt રાજકોટમાં સ્થિત નાયબ નિયામક (તાલીમ) રોજગાર અને તાલીમની પ્રદેશિક કચેરી કે જે સૌરાષ્ટ્ર-કચ્છની ITIની રિજિયોનલ ઓફિસ ગણાય છે. તેના નાયબ નિયામક કૌશિક કણઝારિયાએ જણાવ્યુ હતું કે, સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લામાં 99 સરકારી, 20 ગ્રાન્ટેડ અને 30 સેલ્ફ ફાયનાન્સ ITI કોલેજ આવેલી છે. જેમાં સેલ્ફ ફાયનાન્સમાં 30માંથી 25 ITI કોલેજમાં હાલ એડમિશન મળી રહ્યા છે. હાલ મરીન એન્જિનિયરિંગ, કાર પેઈન્ટિંગ, 3D પેઈન્ટિંગ, સોલાર ટેકનિશયનની સાથે ઈલેક્ટ્રિશિયન-વાયરમેનનો કોર્ષ ઓન ડિમાન્ડિંગ છે. તમામ ITIમાં 38,970 સીટ વધુમાં જણાવ્યું હતું કે, તમામ ITIમાં 38,970 સીટ છે. જેની સામે અત્યારસુધીમાં એટ્લે કે, પોણા બે મહિનામાં 8,827 ફોર્મ ભરાયા છે. જો કે, હજુ 13 જૂન સુધી વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે. જે બાદ પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ 14 જૂને બહાર પડશે તો અંતિમ બેઠકો પ્રસિદ્ધ કરવાની તારીખ 15 જૂન છે. જે બાદ પ્રવેશનો પ્રથમ અને બીજો રાઉન્ડ બહાર પડશે. જે તમામ વિગતો itiadmission.gujarat.gov.in પર ઉપલબ્ધ છે. જે વેબસાઈટ પરથી જ વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકશે. અલગ અલગ 79 જેટલા કોર્ષ વધુમાં જણાવ્યું હતું કે, ITIમાં થતા અલગ અલગ 79 જેટલા કોર્ષ થાય છે. જેમાં રેફ્રીજરેશન, એર કંડીશનિંગ, મરીન એન્જિનિયરિંગ, મિકેનિક ઇલેક્ટ્રિકલ વ્હિકલ, સોલાર ટેકનિશયન જેવા વિવિધ કોર્ષમાં વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે છે. આ ઉપરાંત ઓન ડિમાન્ડિંગ છે તેવા ઈલેક્ટ્રિશિયન, ટર્નર, ફિટર, વેલ્ડર, કાર્પેન્ટર અને પ્લંબર જેવા કોર્ષમાં ધોરણ 8 અને 10 પાસ પર એડમિશન થઈ રહ્યા છે. હાલ ઘરે ઘરે સોલાર લાગી રહ્યા છે અને સોલાર પાર્કનું પણ નિર્માણ થઈ રહ્યું છે ત્યારે તે માગને આધારિત સોલાર સંબંધિત કોર્ષ થઈ રહ્યા છે. રાજકોટ ઉપરાંત જામનગર, જૂનાગઢ, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં મહિલાઓ માટે સ્પેશિયલ ITI કોલેજ અપાય છે. આ ઉપરાંત રાજકોટમાં દિવ્યાંગો માટેની પણ સ્પેશિયલ ITI છે. જ્યાં હાલ 82 દિવ્યાંગો છે. જેઓ કોમ્પ્યુટર કોર્ષ સહિતના કોર્ષમાં તાલીમ મેળવી રહ્યા છે. રાજકોટ રિજીયનમાં સરકારી ITIમાં અત્યારે 1,600 વધુમાં જણાવ્યું હતું કે, અહીંથી રોજગારી અને સ્વરોજગારી એમ બે પ્રકારે નોકરી મળી શકે તેમ છે. ઈલેક્ટ્રિશિયન, વાયરમેન, પ્લમ્બર અને કાર્પેન્ટરના કોર્ષમાં જે વિદ્યાર્થીઓ એડમિશન મેળવી રહ્યા છે તેઓ પોતે જ પોતાની રીતે સ્વરોજગારી મેળવી રહ્યા છે. ફેકલ્ટી બાબતે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, ફેકલ્ટીની ભરતી ગુજરાત સરકાર દ્વારા કેન્દ્રિયકૃત ધોરણે કરવામાં આવતી હોય છે. રાજકોટ રિજીયનમાં સરકારી ITIમાં અત્યારે 1,600 જેટલા સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ફેબ્રિકેશન, રેફ્રિજરેશન જેવા ગ્રૂપમાં ફરજ બજાવી રહ્યા છે. હાલ 540 જેટલી જગ્યાઓ ખાલી છે. પરંતુ તાલીમાર્થીઓના રેશિયા પ્રમાણે હાલના સ્ટાફથી ચાલી શકે તેમ છે. સૌરાષ્ટ્ર-કચ્છના ક્યાં જિલ્લાની ITIમાં થાય છે વિશેષ કોર્સ ક્યાં જિલ્લામાં ITIમાં કેટલી સીટ સામે અત્યારસુધીમાં કેટલા ફોર્મ ભરાયા?
Comments
Post a Comment