
https://ift.tt/uAse5y2 વ્યારા ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ થકી વિદ્યાર્થીઓને પડતી સમસ્યા નિવારણ મુદ્દે તાપી જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. વ્યારા ખાતે અપાયેલા આવેદનમાં જણાવ્યા મુજબ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 75 વર્ષના સફરથી સારી રીતે અવગત છો. વિદ્યાર્થીઓને પડતી સમસ્યાઓ અને મુશ્કેલીઓ દૂર કરવા અ. ભા. વિ. પ હંમેશા કાર્યરત રહ્યું છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની રાજ્ય વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ કેન્દ્રીકૃત કરવા હેતુ Gujarat Common Addmission Service (GCAS) નો પ્રયાસ કરવામાં આવ્યો છે. જે અભિનંદનને પાત્ર છે. પરંતુ તે પોર્ટલમાં ખામીઓ છે, જ્યારથી આ પ્રવેશ પ્રક્રિયા અમલી થઈ છે, ત્યારથી વિદ્યાર્થીઓને પડતી સમસ્યાઓ નિવારણ લાવવાનો પ્રયાસ અ.ભા.વિ.પ કરતી આવી છે. સરકાર દ્વારા કેન્દ્રીકૃત પ્રવેશ પ્રક્રિયા એ દૂરદર્શી નિર્ણય છે પરંતુ ગુજરાતની ભ્રષ્ટ "બ્યુરોક્રેસી" પોતાના નિજી સ્વાર્થ હેતુ લાખો વિદ્યાર્થીઓના ભાવિને નુકસાન પોચાડવાનો પ્રયાસ કરી રહી છે, સોમવારે તાપી કલેકટરને આવેદન આપી માગ કરી છે કે ગુજરાતની "બ્યોરોક્રેસી" ના પોતાના સ્વાર્થને સાચવવા વાળા બદઈરાદાઓને રોકવામાં નહિ આવે તો આવનારા 48 કલાક બાદ છાત્રોના પ્રશ્નો ના નિરાકરણ હેતુ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન કરશે.
Comments
Post a Comment