ડિજિટલનો'વિકાસ' ને GCASનો રકાસ:LLBમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ જ નથી થઈ તો ઓપ્શન કેમ બતાવે? જાણી લો તમને થતાં GCASના 7 સવાલના જવાબ

https://ift.tt/zlts1uU અમદાવાદથી હિરલ દવે અને આનંદ મોદી તથા રાજકોટથી કેવલ દવેનો રિપોર્ટ: સરકારી યુનિવર્સિટીઝમાં એડમિશનની પ્રક્રિયા સરળ બનાવવા માટે શિક્ષણ વિભાગે ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) મારફતે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. સરકારે ડિજિટલ ઇન્ડિયાના નારાઓ સાથે મોટા ઉપાડે ઓનલાઇન રજિસ્ટ્રેશનની વ્યવસ્થા કરી દીધી. હાલમાં જે જે સમસ્યાઓ આવી રહી છે, તે જોતાં શિક્ષણ વિભાગે GCAS પોર્ટલનું ટેસ્ટિંગ જ ન કર્યું હોય એમ લાગી રહ્યું છે. આમ વધુ એક ઉતાવળે ભરેલું પગલું બૂમરેંગ સાબિત થઈ રહ્યું છે. દિવ્ય ભાસ્કરે રાજ્યના લગભગ 4.50 લાખ વિદ્યાર્થીઓની આ સમસ્યાના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે. અમારી ટીમે વિદ્યાર્થી સાથે વાતચીત કરી GCASમાં આવતી અડચણો અંગે પ્રેક્ટિકલ માહિતી મેળવી હતી. આ પ્રશ્નો અંગે હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ સેક્રેટરી મુકેશ કુમાર સાથે સીધી વાત કરી હતી. જેમાં તેમણે જો કે આ પ્રકારની ક્ષતિ આવી રહી હોવાનો સ્વીકાર કર્યો નહોતો. તેમજ વેરિફિકેશનની જવાબદારી યુનિવર્સિટીઝ પર ઢોળી દીધી છે. આ સ્પેશિયલ રિપોર્ટમાં અમે 7 સવાલના જવાબ મેળવ્યા છે. સેકન્ડ રાઉન્ડ 27 જૂને ખુલશે અને એ પછી ત્રીજો રાઉન્ડ પણ થશે:મુકેશકુમાર આજે જ્યારે લાખો વિદ્યાર્થીઓને ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) પોર્ટલ થ્રુ એડમિશનમાં પ્રોબ્લેમ થઈ રહ્યા છે, તો તેમને મૂંઝવતા સવાલોનાં જવાબ દિવ્ય ભાસ્કરે સીધા હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ (HTE)ના પ્રિન્સિપલ સેક્રેટરી મુકેશકુમાર સાથે વાતચીત કરીને મેળવ્યા છે. પોઇન્ટ ટુ પોઇન્ટ સ્ટુડન્ટ્સના જે સવાલો છે, તેના જવાબ મુકેશકુમારે મુદ્દાસર આપ્યા હતા. જીસીએસ પોર્ટલ પર આવરી લેવાતી ગુજરાત રાજ્યની વિશ્વવિદ્યાલયોમાં એડમિશનમાં ઘણા હજુ વંચિત રહી ગયા છે, ત્યારે એડમિશન માટેનો સેકન્ડ રાઉન્ડ જૂન 27એ ખુલશે અને એ પછી ત્રીજો રાઉન્ડ પણ થશે. આ બંને રાઉન્ડ પહેલાં ગુજરાત સરકાર બહોળી જાહેરાતો આપશે, જેથી બધા સ્ટુડન્ટ સુધી આ પ્રક્રિયાને તારીખો પહોંચી શકે. સ્ટુડન્ટને શું સમસ્યા નડી રહી છે તેના HTEના પ્રિન્સિપલ સેક્રેટરી મુકેશકુમારે ઉત્તર આપ્યા સ્ટુડન્ટ: પ્રથમ રાઉન્ડમાં વિદ્યાર્થીનું એડમિશન રદ થાય તો બીજા રાઉન્ડમાં પ્રવેશ માટે કોલેજ કે યુનિવર્સિટીની પસંદગી કરી શકતો નથી. મુકેશકુમાર: ફર્સ્ટ રાઉન્ડમાં કોઈ કોલેજમાં એડમિશન મેળવવા પછી બીજા રાઉન્ડમાં ભાગ લઈ નથી શકતો તે ગેરસમજ છે. જનરલ એડમિશનની પ્રક્રિયા પ્રમાણે પોર્ટલ પર પણ ચોઈસ બેસ એડમિશન આપવામાં આવે છે. એટલે જ્યારે પ્રથમ રાઉન્ડમાં તમને જે કોર્સમાં જે યુનિવર્સિટીમાં એડમિશન મળે છે. જો તેમાં તમારે એડમિશન નથી લેવું, તો તમે એક્સેપ્ટ નહીં કરતા અને તે પછી તમને તમારી સેકન્ડ ચોઇસની કોલેજમાં એડમિશન માટે તમે એપ્લાય કરી શકો છો. સ્ટુડન્ટ: GCAS પોર્ટલનું કામ માત્ર ડેટા એકત્રીકરણનું હતું પરંતુ હાલ એવું લાગી રહ્યું છે કે, GCAS જ સંપૂર્ણ છે. કોલેજોના મેરિટના માપદંડ દર્શાવવામાં આવ્યા નથી મુકેશકુમાર: ડેટાનો ઉપયોગ જે તે યુનિવર્સિટી અને કોલેજીસ કરશે અને મેરિટ લિસ્ટ રૂલ્સ પ્રમાણે જ બને છે અને સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શક છે સ્ટુડન્ટ: કોલેજ કે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે રજિસ્ટ્રેશન કરાવતા વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ સાચા છે કે ખોટા તેનું કોઈ જ વેરિફિકેશન કરવામાં આવતું નથી મુકેશકુમાર: જીસીએસ પોર્ટલ કે કોઈપણ એડમિશન પ્રક્રિયામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન એડમિશન સમયે જે તે કોલેજ અને યુનિવર્સિટી જ કરશે. સ્ટુડન્ટ: રાજકોટ સહિત રાજ્યભરની સરકારી યુનિવર્સિટીઓમાં એલએલબીના કોર્સમાં કોઈ વિદ્યાર્થીઓના પ્રવેશ મેળવવો હોય તો તે મેળવી શકતો નથી કારણ કે તેની કોઈ જ પ્રક્રિયા હજુ સુધી શરૂ કરવામાં આવી નથી મુકેશકુમાર: LLB કોલેજ એડમિશન પ્રક્રિયા હજુ શરૂ કરવામાં નથી આવી, કેમ કે આ કૉલેજીઝ લગતી એક મેટર હાઇકોર્ટમાં પેન્ટિંગ છે સ્ટુડન્ટ: સ્નાતક કે અનુસ્નાતકમાં પ્રવેશ મેળવવા માગતા વિદ્યાર્થીઓ કે જેઓ ધોરણ 12માં નાપાસ થયા હોય અને સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ કે જેમને કોઈ વિષયમાં ATKT આવી હોય તો તેઓ હવે ફોર્મ નહીં ભરી શકે. મુકેશકુમાર: વિદ્યાર્થીઓ જે રીતની પૂરક પરીક્ષાના પરિણામ આવે પછી પ્રવેશ પ્રક્રિયાની માગ કરી રહ્યા છે, તે આવતા પ્રવેશ પ્રક્રિયાના રાઉન્ડમાં સમાવેશ કરી લેવામાં આવશે સ્ટુડન્ટ: GCAS પોર્ટલ ઉપર કઈ કોલેજની કેટલી સીટ બાકી છે, તેનું કટ ઓફ કેટલું છે અને ફી કેટલી છે તે પ્રકારની કોઈ જ માહિતી દર્શાવવામાં આવી નથી મુકેશકુમાર: GCAS પોર્ટલ પર કઈ કોલેજની કેટલી સીટો છે અને કેટલી બાકી છે, તેનો આઈડિયા ફર્સ્ટ રાઉન્ડના પૂરા થવા પછી થશે. આ સાથે જ ફર્સ્ટ રાઉન્ડના અંતે કટ ઓફ માર્ક્સ દરેક યુનિવર્સિટી અને કોર્સ માટે પણ પોર્ટલ પર જોવા મળશે. કોલેજની ફી કેટલી છે? કેટલી સીટ્સ અવેલેબલ છે? તેનો ડેટા પોર્ટલમાં જે તે યુનિવર્સિટી અને કોલેજે ભરવાનો રહે. જો રાઉન્ડ એક પછી યુનિવર્સિટી પોતાનો ડેટા ભરશે, તો પોર્ટલ પર તે ડેટા અવેલેબલ થશે. આ એક નવું અને સતત અપડેટ થતું રહેતું પોર્ટલ છે અને જો આ વર્ષે ફી સ્ટ્રક્ચર અને સીટ્સની ડિટેલ્સ અવેલેબલ કોલેજ નહીં કરાવી શકે, તો આવતા વર્ષથી બધો ડેટા અવેલેબલ થશે. સ્ટુડન્ટ: GCAS પોર્ટલ ઉપર હાલ રજિસ્ટ્રેશન થઈ શકતું નથી મુકેશકુમાર: આ પોર્ટલનું ટેસ્ટિંગ સરખી રીતે થયું છે અને પોર્ટલ પૂરી રીતે સેક્શન છે અને આમાં અત્યારે કોઈપણ જાતના ટેક્નિકલ અપગ્રેડેશનની જરૂર નથી. માત્ર MA અને M.COMમાં જ રજિસ્ટ્રેશન ચાલુ વિદ્યાર્થીઓ LLBનો અભ્યાસ કરવા ઈચ્છે તો GCAS પોર્ટલમાં એક પણ સરકારી યુનિવર્સિટીમાં LLBનો કોર્ષ બતાવવામાં આવી રહ્યો નથી, જેથી ના છૂટકે વિદ્યાર્થીએ ખાનગી યુનિવર્સિટીમાંથી લબે કરવું પડે તેવી સ્થિતિ થઈ છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના નેતા સમર્થ ભટ્ટે જણાવ્યું હતું કે, હજુ સુધી LLBના કોર્ષનો વિકલ્પ નથી. માત્ર MA અને M.COMમાં જ રજિસ્ટ્રેશન ચાલુ છે, જેનાથી ખાનગી લો કોલેજ અને યુનિવર્સિટીને જ ફાયદો થઈ રહ્યો છે, જેથી ગુજરાતના ભાવિ માટે ચિંતાનો વિષય છે. જાતિનો દાખલો કે પૂરાવો GCAS પર ચેક કરવામાં આવતો નથી GCAS પોર્ટલ પર જાતિ અને કેટેગરીની પણ કોઈ ચકાસણી થઈ રહી નથી.અગાઉ એડમિશન પહેલા ડોક્યુમેન્ટ વેરિફિકેશન થતું હતું, પરંતુ હવે સીધું કોલેજમાં જઈને જ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના છે, જેથી તેમાં પણ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઇ શકે છે. આ મુદ્દે સમર્થ ભટ્ટે જણાવ્યું હતું કે, કોઈ પણ જાતિનો દાખલો કે પૂરાવો GCAS પર ચેક કરવામાં આવતો નથી.ડોક્યુમેન્ટ વેરિફિકેશન માત્ર કોલેજમાં જ એડમિશન સમયે થાય છે, તે પણ બીજા રાઉન્ડમાં. વિદ્યાર્થીઓની સીટ ડોક્યુમેન્ટ વેરિફિકેશનના અભાવના કારણે જઈ શકે છે. બહુ મોટા ગફલાની પણ શક્યતા છે.કોઈ વિદ્યાર્થી કોલેજમાં પટ્ટાવાળાને પૈસા આપીને સર્ટિફિકેટ આપી શકે છે જેનાથી તે કેટેગરીની સીટ જઈ શકે છે. સીટ મેટ્રિક્સ અને ફી સ્ટ્રકચર અપાયું નથી GCASમાં સીટ મેટ્રિક્સ અને ફી સ્ટ્રકચર આપવામાં આવ્યું નથી. જેથી વિદ્યાર્થી એડમિશન લે ત્યારબાદ જ તેને વિગત મળી શકે છે. આ અંગે સમર્થ ભટ્ટે જણાવ્યું હતું કે, GCASમાં વિદ્યાર્થીનું ફોર્મ છે તેમાં બધી વિગત છે, પરંતુ સીટ મેટરીક્ષ હોવું જોઈએ. કેટલી સીટ ખાલી છે કેટલી સીટમાં પ્રથમ રાઉન્ડમાં એડમિશન થયા. કંઈ કોલેજમાં મેરિટ ક્યાં અટક્યું છે. આ તમામ વિગત હોવી જોઈએ.આ ઉપરાંત ફી સ્ટ્રક્ચર પણ હોવું જરૂરી છે. નવી શિક્ષણનીતિ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા માટે GCAS પોર્ટલ રાષ્ટ્રીય શિક્ષણનીતિ-2020 શિક્ષણના માળખામાં ટેક્નોલોજીના સાથેના સમન્વયનું કરાયો છે. ડિજિટલ ઇન્ડિયાની પહેલ સાથે સાંકળીને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે શિક્ષણક્ષેત્રે ઇન્ફર્મેશન ટેકનોલોજીના સમાવેશને પ્રોત્સાહન આપ્યું છે.ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) એ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના નિયંત્રણ નીચે આવતી સરકારી યુનિવર્સિટીઓ દ્વારા આપવામાં આવતી વિવિધ વિદ્યાશાખાઓમાં પ્રવેશની નોંધણી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે શરૂ કરવામાં આવેલું એક દૂરંદેશીપૂર્ણ પોર્ટલ છે. આ પોર્ટલ રાજ્ય સરકારના કોમન એડમિશન પોર્ટલ તરીકે સેવા આપે છે, જેમાં એક જ છત્ર હેઠળ આર્ટ્સ, કૉમર્સ, સાયન્સ, રૂરલ સ્ટડીઝ અને અન્ય તમામ વિદ્યાશાખાઓનો સમાવેશ થાય છે. જી.સી.એ.એસ. (GCAS) એ ગુજરાત રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી કૉલેજો, ગ્રાન્ટ-ઇન-એઇડ કૉલેજો અને પબ્લિક યુનિવર્સિટીઓ સાથે સંલગ્ન સેલ્ફ ફાઇનાન્સ કૉલેજો માટે વન-સ્ટોપ સોલ્યુશન છે. આ સર્વગ્રાહી પોર્ટલ પ્રવેશપ્રક્રિયાને સરળ બનાવવા માટે વ્યૂહાત્મક રીતે તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓને નોંધણી સંબંધિત સાતત્યપૂર્ણ અનુભવની સહાય મળે તે માટે તમામ જરૂરી માહિતી અને સેવાઓને એકત્રિત કરવામાં આવી છે. GCAS કેમ? GCASના ફાયદા ગણાવ્યા માત્ર 1 લાખ વિદ્યાર્થીએ જ એડમિશન મેળવ્યું ABVPના નેતા સમર્થ ભટ્ટે જણાવ્યું હતું કે GCAS પોર્ટલ નિષ્ફળ નીવડયું છે. 9 લાખની જગ્યા છે, જેમાંથી 4 લાખ વિદ્યાર્થીએ જ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. માત્ર 1 લાખ વિદ્યાર્થીએ જ એડમિશન મેળવ્યું છે. અમારી સરકારને ચેતવણી છે કે, આગામી 48 કલાકમાં GCAS પોર્ટલ પર થતી સમસ્યાઓનું નિવારણ લાવવામાં નહિ આવે તો આગામી 48 કલાક બાદ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ABVPની માગો કઈ છે? ABVP દ્વારા રાજ્યના શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલને કરાયેલી રજૂઆતમાં જણાવ્યું છે કે નાં 75 વર્ષની સફરથી સારી રીતે અવગત છો. વિદ્યાર્થીઓને પડતી સમસ્યાઓ અને મુશ્કેલીઓને દૂર કરવા ABVP હંમેશાં કાર્યરત રહ્યું છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની રાજ્ય વિશ્વ વિધાલયમાં પ્રવેશ કેન્દ્રીકૃત કરવા હેતુ Gujarat Common Addmission Service (GCAS)નો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે અભિનંદનને પાત્ર છે, પરંતુ એ પોર્ટલમાં ખામીઓ પણ એટલી જ છે, જ્યારથી આ પ્રવેશપ્રક્રિયા અમલી થઈ છે ત્યારથી વિદ્યાર્થીઓને પડતી સમસ્યાઓ સરકાર સમક્ષ રાખી એનું નિવારણ લાવવાનો પ્રયાસ ABVP કરતી આવી છે. સરકાર દ્વારા કેન્દ્રીકૃત પ્રવેશપ્રક્રિયા એ દૂરદર્શી નિર્ણય છે, પરંતુ ગુજરાતની ભ્રષ્ટ બ્યૂરોક્રેસી પોતાના નિજી સ્વાર્થ હેતુ લાખો વિદ્યાર્થીઓનાં ભાવિને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે, એ સંદર્ભે હાલની પરિસ્થિતિ જોતાં ABVPએ નીચે મુજબની માગો કરી છેઃ 48 કલાકમાં કોઈ પગલાં નહીં લેવાય તો ઉગ્ર આંદોલન થશે રાજકોટ મહાનગર મંત્રી યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે GCAS પોર્ટલની ખામીઓ અંગે સૌપ્રથમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ . નીલાંબરી દવે સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ તેઓ દર વખતની જેમ હાજર નહોતા, જેથી ઇન્ચાર્જ કુલસચિવ ડૉ. રમેશ પરમારને રજૂઆત કરી હતી. એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેઇન બિલ્ડિંગના તમામ વિભાગો અને પરીક્ષા વિભાગ બંધ કરાવવામાં આવ્યો હતો. બાદમાં GCASના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. જો આગામી 48 કલાકમાં રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ બાબતે કોઈ પગલાં નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
Comments
Post a Comment