ટ્રાફિકની સમસ્યાના કોલ:ફતેગંજ સહિત 10 સ્થળો પર કાયમી ચક્કાજામ, ‘અમે ટ્રાફિકમાં ફસાયા છીએ’ તેવા રોજના 12 કોલ

https://ift.tt/jnv82dL રાજ્ય પોલીસે ટ્રાફિકની સમસ્યા નિવારવા હેલ્પલાઇન શરૂ કરી છે. 10 સપ્ટેમ્બરથી 22 ઓક્ટોબર સુધી હેલ્પલાઇન પર રાજ્યમાંથી 1176 કોલ મળ્યા છે. જેમાં ફક્ત વડોદરામાંથી જ મહિને 360થી વધુ ટ્રાફિકની સમસ્યાના કોલ કરાયા છે. શહેરમાં ફતેગંજ સહિત 10 વિસ્તારમાં કાયમી ટ્રાફિકની સમસ્યા રહે છે. જ્યારે ‘અમે ટ્રાફિકમાં ફસાયા છીએ’ તેવા રોજના 12 કલાકો સ્ટેટ હેલ્પ લાઇનમાં કરાય છે. ટ્રાફિક પોલીસે શહેરમાં વિવિધ સ્થળે બોર્ડ લગાવ્યાં છે. જેમાં ટ્રાફિકથી હેરાન થઈ રહ્યા હો તો સ્ટેટ ટ્રાફિક બ્રાંચને જાણ કરી સમાધાન મેળવવું તેવો ઉલ્લેખ કરાયો છે. ટ્રાફિક ડીસીપી જ્યોતિ પટેલે કહ્યું કે, ‘રોજના સ્ટેટ ટ્રાફિક બ્રાંચથી 12થી 15 લોકોના ટ્રાફિકની સમસ્યાના કોલ મળે છે.’ જે મુજબ મહિને 360થી વધુ ટ્રાફિકની સમસ્યાના કોલ ફક્ત વડોદરાના જ મળ્યા છે. રાજ્યના ક્યાંય પણ અકસ્માતની ઘટના હોય, ટ્રાફિક જામ અને ટ્રાફિક સંબંધિત મુશ્કેલીની માહિતી લોકો ફોન કોલથી હેલ્પલાઈનમાં આપી શકશે. જે માહિતી તાત્કાલિક સંબંધિત વિસ્તારની પોલીસને પહોંચાડી સમસ્યાનું નિવારણ લવાશે. વડોદરામાં ટ્રાફિકમાં ફસાયા હોય, સ્પીડ બ્રેકર લગાવવા, ઢોરના ત્રાસ સહિતની ફરિયાદ સ્ટેટ ટ્રાફિકને કરાઈ રહી છે. ત્યારબાદ પોલીસ સ્થળ પર પહોંચી ટ્રાફિક સમસ્યા દૂર કરે છે. આ સિવાય વડોદરા પાસે દુમાડ ચોકડી, કપુરાઈ, ગોલ્ડન ચોકડી પાસે હાઈવે પર ટ્રાફિક રહે છે. જોકે હવે આ હાઈવે પર ટ્રાફિકે પોલીસે કાયમી પોઇન્ટ મૂકી દીધા છે, છતાં ઘણીવાર ટ્રાફિક જામ થાય છે. શહેરમાં આ રોડ પર વધુ ટ્રાફિકની સમસ્યાના કોલ મળે છે ઢોરનો ત્રાસ, સ્પીડબ્રેકર-ડિવાઇડર બનાવવા સહિતના કોલ સ્ટેટ ટ્રાફિક બ્રાંચને શહેરમાં ઘણો ઢોરનો ત્રાસ છે, સ્પીડ બ્રેકર લગાવવા, ડિવાઇડર મૂકવા સહિતના કોલ પણ કરાય છે. જોકે સ્ટેટ ટ્રાફિક તેને વડોદરા પોલીસને ટ્રાન્સફર કરી દે છે. અહીંથી સ્ટેટ ટ્રાફિક બ્રાંચનો સંપર્ક કરી શકાય ઈ-મેલ : trafficgrievance@gujarat.gov.in (ઈ-મેલ મારફતે ટ્રાફિકની સમસ્યા, તેનો ફોટો તથા સ્થળ જણાવી પોતાની ફરિયાદ સ્ટેટ ટ્રાફિકને જાણ કરી શકો છો) વેબસાઇટ : gujhome.gujarat.gov.in/portal (વેબસાઇટ જેમાં નામ, ટ્રાફિકની સમસ્યા, ટ્રાફિકનો ફોટો વગેરેની માહિતી આપવાની રહે છે. ત્યારબાદ રિકવેસ્ટ નંબર મળે છે, જેને ટ્રેક પણ કરી શકાય છે) સ્ટેટમાંથી જાણ કરતાં ટ્રાફિક દૂર કરાવાય છે ટ્રાફિકની સમસ્યા અંગે સ્ટેટ ટ્રાફિક બ્રાંચનો સંપર્ક કરી શકાશે.પોલીસ વહેલી તકે ટ્રાફિક ક્લીયર કરાવશે. કેટલાક રિપીટેડ કોલ પણ મળે છે. જોકે સ્ટેટ કંટ્રોલ તરફથી જાણ કરાતાં જ ટ્રાફિક ક્લીયર કરાય છે.> જ્યોતિ પટેલ, ડીસીપી ટ્રાફિક જામ્બુવા બ્રિજને પહોળો કરવા પત્ર લખ્યો જામ્બુવા બ્રિજ પર કાયમ ટ્રાફિક જામ રહે છે. આ બ્રિજ પર ટ્રાફિક જામના સૌથી વધુ કોલ મળે છે. વડોદરા ટ્રાફિક પોલીસે જામ્બુવા બ્રિજના લેન વધારવા, તેને પહોળો કરવા એનએચએઆઈને પત્ર લખ્યો છે. પરંતુ લાંબા સમયથી તે અંગે કોઈ કાર્યવાહી કરાઈ નથી.
Comments
Post a Comment