અમદાવાદના સમાચાર:ચાંદખેડામાં પટ્ટી વડાપાઉ અને વાસણા વિસ્તારમાં મધુર પાર્લર સહિત 5 દુકાનોને સીલ કરવામાં આવી

https://ift.tt/er3wDl8 અમદાવાદ શહેરમાં સ્વચ્છતા સર્વેક્ષણને લઈને સ્વચ્છતા જળવાય તેમજ જાહેર રોડ ઉપર લોકો ગંદકી કે કચરો ન ફેંકે તેને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેર રોડ ઉપર કચરો ફેંકી ગંદકી કરનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જાહેરમાં ગંદકી બદલ નવરંગપુરામાં કૈલાશ ભાજીપાવ, નારણપુરામાં છાશવાલા, ચાંદખેડામાં પટ્ટી વડાપાઉ અને વાસણા વિસ્તારમાં મધુર પાર્લર સહિત 5 દુકાનોને સીલ કરવામાં આવી છે. બે દિવસમાં 109 દુકાનો-ઓફિસોને નોટીસ આપી જાહેર માર્ગો પર ગંદકી/ ન્યુસન્સ કરતા ધંધાકીય એકમો તેમજ શાકભાજી વેચાતા ફેરીયા, પાનના ગલ્લાં, ચાની કીટલી, પેપરકપ, પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ, વેચાણ, સંગ્રહ, ઉત્પાદન કરતાં તથા ધંધાકીય એકમમાં ડસ્ટબિન (કચરાપેટી) ન રાખતા. જાહેરમાર્ગો પર ગંદકી /ન્યુસન્સ કરતાં ધંધાકીય એકમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પશ્ચિમ ઝોનના તમામ વોર્ડમાં છેલ્લાં બે દિવસમાં 109 જેટલા દુકાનો-ઓફિસોને નોટીસ આપી તેમજ કુલ રૂ. 81,400નો વહીવટી દંડ વસૂલ કરવામાં આવ્યો છે, જ્યારે 5 દુકાનોને સીલ મારવામાં આવી છે. ઉત્તર-પશ્ચિમ ઝોનમાં પણ થલતેજ વિસ્તારમાં એક દુકાને જાહેર રોડ ઉપર કચરો ફેંકતા તેને સીલ કરવામાં આવી છે. પ્રગતિશીલ નિર્ણયની અમે હૃદયપૂર્વક પ્રશંસા કરીએ છીએ અમદાવાદ GIHED અને CREDAIના પ્રમુખ પટેલે રાજ્ય સરકાર દ્વારા સુધારેલા જંત્રી મામલે નિવેદન આપ્યું છે કે, સુધારેલી જંત્રીની હમણાં જ જાહેરાત કરવામાં આવી છે, જે એક મહત્વપૂર્ણ પગલું છે. CREDAIના સતત પ્રયાસોના પ્રતિભાવમાં, સરકારે 30 દિવસની અંદર સૂચનો આમંત્રિત કરવા સંમત થયા છે, જેનાથી ઉદ્યોગ, જનતા અને મોટા પ્રમાણમાં નાગરિકોને ફાયદો થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ પ્રગતિશીલ નિર્ણયની અમે હૃદયપૂર્વક પ્રશંસા કરીએ છીએ. દરેકને વિગતોની સમીક્ષા કરવા અને https://ift.tt/4UlimIw ની મુલાકાત લઈને તેમના અવલોકનો જણાવવા કહીએ છીએ. રાજ્યમાં ગુજરાત સ્ટેમ્પ્સ અધિનિયમ-1958ની કલમ-32(ક)ના અસરકારક અમલ માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યની જમીનો/સ્થાવર મિલ્કતોની બજાર કિંમત નક્કી કરવા માટેની ગાઈડલાઈન વેલ્યુ (જંત્રી) સમયાંતરે નક્કી કરવામાં આવે છે. રાજ્યમાં થતાં ઝડપી વિકાસ અને ઔદ્યોગિક, શહેરી અને ગ્રામ્ય વિકાસ અને આર્થિક પ્રવૃત્તિઓને લીધે બદલાતી પરિસ્થિતિઓ તથા વિકાસને અવિરત વેગ મળતો રહે તેવા આશયથી નવી જંત્રી તા. ૧૫-૦૪-૨૦૨૩ થી અમલમાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ સંપાદનના કામે યોગ્ય વળતર ન મળવા અંગે ખેડૂતોએ જંત્રીના ભાવોમાં વધારો કરવા માટે કરેલી રજુઆતો અને વિવિધ સંગઠનો તથા સંસ્થાઓ તરફથી મળેલ રજુઆતોનો મુખ્યમંત્રીએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. તેમણે આવી રજુઆતો ધ્યાને લઈને વ્યાપક જાહેર હિતમાં જમીનના ભાવોનું સરળીકરણ અને તર્કસંગતીકરણ (rationalisation) કરી, વૈજ્ઞાનિક પધ્ધતિ અપનાવીને વાસ્તવિક ભાવો દર્શાવતી, જંત્રી તૈયાર કરવાના દિશા નિર્દેશો આપ્યા હતાં. આ સંદર્ભમાં વૈજ્ઞાનિક પાસાંને ધ્યાને લઈ મહદઅંશે એપ્રિલ-૨૦૨૩ થી નવેમ્બર-૨૦૨૩ સુધી તબક્કાવાર ફિલ્ડ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જમીનની વિકાસ ક્ષમતા પર અસરકર્તા આનુષંગીક પ્રવર્તમાન પરિબળોને વૈજ્ઞાનિક ઢબે અપનાવી રાજ્યના શહેરી વિસ્તારોમાં વિસ્તારની વિકાસ ક્ષમતા આધારે કુલ- 23,846 વેલ્યુઝોન અને ગ્રામ્ય વિસ્તારમાં 17,131 ગામોનો માટે ફિલ્ડ સર્વે કરવામાં આવ્યો હતો. ફિલ્ડ સર્વે માટે જિલ્લાવાર ટેકનિકલ અને વહીવટી સ્ટાફની ટીમ બનાવી, સઘન તાલીમ આપી, સર્વે અને જમીનના ખરેખરા ભાવો કેપ્ચર કરવા માટેના પરિબળોથી અવગત કરાવવામાં આવી હતી. એટલું જ નહિ, સ્થાનિક કક્ષાએ પુછપરછ કરી પ્રવર્તમાન જમીનના દરો મેળવવામાં આવેલા અને આવા ડેટાને તાલુકા અને જિલ્લા કક્ષાએ બારીકાઈથી ચકાસણી કરવામાં આવી હતી. આનુસંગિક પરિબળોનું સાપેક્ષ યોગ્ય પૃથ્થકરણ કરી, જરુરી ફેરફાર કરી મળેલ ભાવો ને ધ્યાને લઈ, “શહેરી વિસ્તાર” અને “ગ્રામ્ય વિસ્તાર” માટે જિલ્લાવાર અલગ-અલગ ભાગમાં વિવિધ હેતુઓ માટેના ભાવોથી તૈયાર થયેલ મુસદ્દારૂપ જંત્રી અને માર્ગદર્શિકા તા.૨૦/૧૧/૨૦૨૪ના રોજ વાંધા-સુચન માટે પ્રસિધ્ધ કરવામાં આવી છે. આ મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 અને માર્ગદર્શિકા જાહેર જનતાના નિરિક્ષણ માટે https://ift.tt/4UlimIw વેબસાઈટ તથા સંબંધિત નાયબ કલેક્ટર (સ્ટેમ્પ ડ્યુટી)ની કચેરી પર ઉપલબ્ધ રહેશે. તથા આ પોર્ટલ પર 30 દિવસમાં એટલે કે તા.20-12-2024 સુધી ઓનલાઈન વાંધા-સુચન રજૂ કરી શકાશે. જિલ્લા કક્ષાએ મળેલી આવી રજુઆતો અને વાંધા સુચનો સંબંધિત કલેક્ટરની અધ્યક્ષતાની સમિતી ચકાસણી કરશે અને યોગ્ય અભિપ્રાય સાથે સક્ષમ કક્ષાએ વિચારણા માટે મોકલશે. મળેલ વાંધા-સૂચનોને ધ્યાને લઈ જંત્રી (Annual Statement of Rates) ને આખરી ઓપ આપી રાજ્ય સરકારની મંજૂરી મળ્યા બાદ અમલમાં મુકવામાં આવશે.
Comments
Post a Comment