
<p>Gujarat Local Body Election 2025 : સ્થાનિક સ્વરાજની ચૂંંટણીને લઈ કોંગ્રેસ એક્શનમાં, જુઓ અહેવાલ </p> <div class="transcript-card-info" data-v-0ec384e6=""> <div class="table-body" data-v-0ec384e6=""> <div class="transcript-content" data-v-0ec384e6="">સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ જબરજસ્ત એક્શનમાં જોવા મળી રહી છે અને કોંગ્રેસ આખું વર્ષ ગુજરાતમાં સરદાર જયંતી ઉજવશે. કોંગ્રેસ આખું વર્ષ ગામડે ગામડે ફેરવશે સરદાર રથ. સરદાર પટેલના વિચારો જન જન સુધી પહોંચાડવા માટે કોંગ્રેસે આ સંકલ્પ કર્યો છે. સરદાર પટેલના સંકલ્પો જન જન સુધી પહોંચાડવા માટે કોંગ્રેસનો આ પ્રયત્ન છે. શક્તિસિંહ અને મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. રાજ્યભરમાં કોંગ્રેસ જય સરદાર યાત્રા યોજાશે અને સરદાર પટેલની 150 મી જન્મ જયંતી વર્ષ નિમિત્તે રાજ્યભરમાં સરદાર યાત્રા નીકાળવામાં આવશે. રાજ્યના મહત્તમ તાલુકાઓને જોડતી હશે આ સરદાર યાત્રા. બારડોલી, કરમસદ, નડિયાદ સહિતની જગ્યાઓ પર વિશેષ કાર્યક્રમો પણ યોજાશે. રાજ્યમાં દબાણ હટાવ કામગીરીને લઈને પણ કોંગ્રેસ જો કે દેખાવ પણ કરશે. નોટિસ વગર જે દબાણો તોડી પાડવામાં આવી રહ્યા છે. કોંગ્રેસે આ આરોપ લગાવ્યો છે.</div> </div> </div>
Comments
Post a Comment