વડોદરામાં આજથી નોંધણી કેમ્પ શરૂ:રોજગાર કચેરી દ્વારા વડોદરા જિલ્લામાં તાલુકા કક્ષાએ અગ્નિવીર (આર્મી) ભરતી, 10 એપ્રિલ સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકાશે

https://ift.tt/NOhYXGy પીએમ ઈન્ટર્નશીપ યોજના હેઠળ 21થી 24 વર્ષના ધો 10 અને 12 આઈટીઆઈ, ડિપ્લોમા તેમજ ગ્રેજ્યુએટ થયેલ ઉમેદવારો 12 માસની ઈન્ટર્નશીપ માટે https://ift.tt/DyoLwfr ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 31/3/2025 છે, તેમજ અગ્નિવીર (આર્મી) ભરતી માટે ધો 8, 10, 12, આઈટીઆઈ, ડિપ્લોમા થયેલા 17.5થી 21 વર્ષના અપરણિત પુરુષ અને ધો. 10 પાસ (45 ટકા) થયેલી અપરણિત મહિલા ઉમેદવારો તા 10/4/2025 સુધી https://ift.tt/N5y60JE ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશે. તેમજ ઓનલાઈન રોજગારી શોધતા ઉમેદવારો માટે અનુબંધમ પોર્ટલ https://ift.tt/ym28uir પર અને એનસીએસ પોર્ટલ www.ncs.gov.in પર વિના મૂલ્યે ધરે બેઠા તેમજ રોજગાર કચેરી પર જઈને ઓનલાઈન નોંધણી કરી શકાય છે. ઉકત ત્રણેય સેવાનો લાભ છેવાડાના જરૂરીયાતમંદ ઉમેદવાર સુધી મળે અને વધુમાં વધુ રજિસ્ટ્રેશન થાય તે આશયથી મદદનીશ નિયામક રોજગારની કચેરી વડોદરા દ્વારા તા. 19 માર્ચથી 28 માર્ચ 2025 સુધી વડોદરાના જુદા-જુદા તાલુકામાં વિવિધ કોલેજ અને આઈટીઆઈના સહયોગથી નીચે જણવેલી તારીખ, સ્થળ, સમયે વિના મૂલ્યે નોંધણી કેમ્પનું આયોજન કર્યું છે. ઉપરોક્ત નોંધણી કેમ્પમાં લાભ લેવા માટે વિદ્યાર્થીઓ, ઉમેદવારોએ તેમનો મોબાઈલ ફોન, આધાર કાર્ડ, અભ્યાસની માર્કશીટ, જાતી પ્રમાણપત્ર, એલ.સી. વગેરે દસ્તાવેજો સાથે સ્વખર્ચે હાજર રહેવા જણાવવામા આવે છે. તેમજ જે ઉમેદવારો તાલુકા મથકે આવી શકે તેમ નથી, તેઓને મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, પહેલો માળ, આઈટીસી બિલ્ડિંગ, આઈટીઆઈ કેમ્પસ, તરસાલી ખાતે જાહેર રજાના દિવસો સીવાય સવારે 11થી 5 વાગ્યા સુધી સેવાનો લાભ લઈ શકશે તેવું વડોદરા મદદનીશ નિયામક (રોજગાર), વડોદરાની યાદીમાં જણાવ્યું છે.
Comments
Post a Comment