
https://ift.tt/2atO40A સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા મહિલા ખેલાડીઓ માટે રોકડ પુરસ્કાર યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના 2024-25ના વર્ષ માટે છે. યોજનામાં રાજ્યકક્ષાની શાળાકીય સ્પર્ધાઓમાં ભાગ લેનાર મહિલા ખેલાડીઓ અરજી કરી શકશે. આ સ્પર્ધાઓમાં અંડર-14, અંડર-17 અને અંડર-19ની કેટેગરી સામેલ છે. સાથે જ સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધાઓમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનાર ખેલાડીઓ પણ અરજી કરી શકશે. મહત્વની બાબત એ છે કે, ખેલાડીઓ માત્ર એક જ રમત અને એક જ સિદ્ધિ માટે અરજી કરી શકશે. અરજી માટે ખેલાડીઓએ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની વેબસાઇટ https://ift.tt/qMTt5NH પર જવું પડશે. અરજી સાથે મેરિટ સર્ટિફિકેટ, આધાર કાર્ડ અને કેન્સલ ચેક જેવા જરૂરી દસ્તાવેજો ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 17 એપ્રિલ છે. આ માહિતી દેવભૂમિ દ્વારકા જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા જાહેર કરવામાં આવી છે.
Comments
Post a Comment