પાટણમાં રોજગાર ભરતી મેળો:21 માર્ચે HNGUમાં 5 કંપનીઓ કરશે યુવાનોની પસંદગી, 18થી 40 વર્ષના ઉમેદવારો કરી શકશે અરજી

https://ift.tt/mWZC7dP પાટણ જિલ્લાના બેરોજગાર યુવાનો માટે રોજગારીની નવી તક ઊભી થઈ છે. જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા 21 માર્ચ 2025ના રોજ યુનિવર્સિટી રોજગાર અને માહિતી માર્ગદર્શન કેન્દ્ર ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં કોટક મહિન્દ્રા લાઇફ ઇન્સ્યોરન્સ, અમરફાર્મ, બંસલ સુપર મોલ અને સબરીમાલા હોસ્પિટલ જેવી પ્રતિષ્ઠિત કંપનીઓ ભાગ લેશે. સેલ્સ મેનેજર, ડિપાર્ટમેન્ટ મેનેજર, કેશ એન્ડ કોર ડિપાર્ટમેન્ટ, નર્સિંગ સ્ટાફ અને કોમ્પ્યુટર ઓપરેટરની જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ધોરણ 10, ધોરણ 12 પાસ તેમજ ગ્રેજ્યુએટ સુધીની લાયકાત ધરાવતા 18થી 40 વર્ષના ઉમેદવારો આ ભરતી મેળામાં ભાગ લઈ શકશે. ઉમેદવારોએ સવારે 11 વાગ્યે HNGUના પોસ્ટ ઓફિસ ઉપરના કેમ્પસમાં હાજર રહેવાનું રહેશે. તેમણે બે ફોટોગ્રાફ, તમામ અસલ અને નકલ પ્રમાણપત્રો તેમજ 3-4 બાયોડેટાની નકલો સાથે લાવવાની રહેશે. રોજગાર કચેરીમાં નોંધણી ન કરાવનાર ઉમેદવારો પણ આ મેળામાં ભાગ લઈ શકશે. વધુ માહિતી માટે https://ift.tt/ym28uir વેબસાઇટ અથવા 02766-223178 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકાય છે.
Comments
Post a Comment