ગુંડાઓ સામે કાર્યવાહી કરવા પોલીસ અને વીજ કંપની મેદાનમાં:ત્રણ અસામાજીક તત્વોના ઘરમાં વીજકાપની કાર્યવાહી, ચેકિંગમાં ગેરકાયદેસર વીજ કનેકશનનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું

https://ift.tt/jFCt6B3 સુરત શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ મૂકવા માટે પોલીસ અને વીજ કંપનીએ સંયુક્ત રીતે કડક કાર્યવાહી શરૂ કરી છે. સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવારનવાર ગુનાઓ કરતા 29 અસામાજીક અને ગુંડા તત્વોની યાદી તૈયાર કરવામાં આવી હતી, જેના આધારે પોલીસ અને વીજ કંપનીની ટીમે ખાસ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરી આ તત્વોના રહેણાંક સ્થળોએ તપાસ કરી હતી. ત્રણેય શખસો ગેરકાયદેસર વીજ કનેકશનનો ઉપયોગ હોવાનું સામે આવ્યું આ તપાસ દરમિયાન ઈરફાન ઉર્ફે ભજીયા ફિરોઝ સૈયદ, સરફરાઝ ઉર્ફે બુઢી ફિરોઝ સૈયદ (બન્ને રહે - બાખડ મહોલ્લો, માનદરવાજા, સુરત) અને સાદીક ઉર્ફે આંધી મુસ્તાક શેખ (રહે - અકબર શહીદનો ટેકરો, રૂસ્તમપુરા, સુરત) – આ ત્રણેય શખસો ગેરકાયદેસર વીજ કનેકશનનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું. ટોરન્ટ પાવર (DGVCL) ની ટીમે તેમનું ગેરકાયદેસર વીજ કનેકશન દૂર કરી દંડ સહિતની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે 2 હાઈ-સ્પીડ સ્પોર્ટ્સ બાઈક M.V. Act કલમ-207 હેઠળ ડિટેઈન કરી છે. આ સાથે જ શખ્સોની હાલની ગતિવિધિઓ અને રહેણાક મકાનો સંબંધિત પુરાવા એકત્ર કરી વધુ તપાસ શરૂ કરી છે. જો તેઓ કોઈ ગંભીર ગુનામાં સંડોવાયેલા હશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આરોપીઓની ગુનાહિત પૃષ્ઠભૂમિ પોલીસ રેકોર્ડ અનુસાર, સાદીક ઉર્ફે આંધી પર અગાઉ પણ અનેક ગુનાઓ દાખલ છે. તેના વિરુદ્ધ સલાબતપુરા, મહીધરપુરા અને વાપી રેલ્વે પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ IPC કલમ હેઠળ કેસ નોંધાયેલા છે. તે વધુમાં મહારાષ્ટ્રના જલગાવમાં મુળ વસવાટ કરતો હોવાની પણ માહિતી સામે આવી છે.ઈરફાન ઉર્ફે ભજીયા અને સરફરાઝ ઉર્ફે બુઢી પર પણ IPC 323, 324, 114, 379 અને Gujarat Police Act 135 મુજબ જુદા-જુદા ગુના નોંધાયેલા છે.પોલીસ અને વીજ કંપની દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી.
Comments
Post a Comment