ભાજપના નેતાઓ અને અધિકારીઓ વચ્ચે જ સંકલન નથી:અમદાવાદમાં ગેરકાયદે બાંધકામના કાયદેસર કરવા ઇમ્પેક્ટ ફીના લોક દરબાર યોજવા ભાજપના નેતાઓને પૂછ્યું જ નહીં

https://ift.tt/Qw1GjfF રાજ્યમાં ગેરકાયદેસર બાંધકામ કરનારા લોકોને તેમના બાંધકામોને કાયદેસર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફીનો કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે. જોકે અમદાવાદ શહેરમાં 11800થી વધારે ઇમ્પેક્ટ ફીની અરજીઓ હજી સુધી પેન્ડિંગ છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ વિભાગ દ્વારા ઇમ્પેક્ટ ફી માટે એપ્રિલ મહિનામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે એસ્ટેટ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તેમજ અધિકારીઓ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના હોદ્દેદારોને જાણ કર્યા વિના લોક દરબાર યોજાતા વિવાદ સર્જાયો છે. ભાજપના નેતાઓએ પોતે આ તારીખમાં હાજર નથી તેમ કહી દીધું હતું.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ વિભાગ દ્વારા એપ્રિલ મહિનામાં બે તબક્કામાં અલગ અલગ દિવસે અલગ અલગ ઝોનમાં લોક દરબારનું આયોજન કરવા અંગેની જાહેરાત કરી દેવામાં આવી છે. જે અંતર્ગત પ્રથમ તબક્કામાં 2 એપ્રિલથી 7 એપ્રિલ અને બીજા તબક્કામાં 21 એપ્રિલથી લઈ 30 એપ્રિલ સુધી લોક દરબાર યોજવાનો છે. ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેનને પણ જાણ ન કરી આ લોક દરબાર યોજાવા અંગેની વિવિધ અખબારો અને સોશિયલ મીડિયામાં જાહેરાત આપી દેવામાં આવી હતી.જોકે આ લોક દરબાર યોજાવા અંગે એસ્ટેટ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રિધ્ધેશ રાવલથી લઈ એસ્ટેટ વિભાગના અધિકારીઓ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો કે ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેનને આ બાબતે જાણ કરવામાં આવી નથી અને બારોબાર તારીખ નક્કી કરી જાહેરાત કરી દેવાતા વિવાદ થયો છે. ભાજપના નેતાઓએ નવી તારીખ જાહેર કરવા સૂચના આપી ભાજપના નેતાઓએ જે તારીખ અધિકારીઓએ નક્કી કરી છે અને જાહેરાત કરી દીધી છે તે તારીખે પોતે હાજર નથી તેમ કહી અને હવે લોકદરબારની તારીખ નવેસરથી જાહેર કરવા સુચના આપી છે. ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીના ચેરમેન પ્રીતિશ મહેતાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇમ્પેક્ટ ફી અંતર્ગત જે લોક દરબાર યોજવામાં આવનાર છે તેની અમને જાણ કરવામાં આવી નથી. એસ્ટેટ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરથી લઇ એસ્ટેટ વિભાગના અધિકારીઓએ કોઈ સંકલન કર્યું નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં 30 ઓક્ટોબર 2022 કે તે પહેલાં થયેલાં અન-અધિકૃત વિકાસ (બાંધકામ)ને નિયમિત કરવા માટે નામ. રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રેગ્યુલરાઈઝેશન ઓફ અનઓથોરાઇઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ No.01/2023 અમલમાં આવ્યો છે. જે અનુસંધાને અન-અધિકૃત બાંધકામ નિયમિત કરાવવા નામ. રાજ્ય સરકારના ઈ-નગર પોર્ટલ https://ift.tt/OCUd7TV પર ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવે છે. અરજી સ્વીકારવાની છેલ્લી તા.16 જૂન 2025 રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા જાહેરનામુ કરી મુકરર કરવામાં આવી છે. ગેરકાયદેસર બાંધકામને નિયમિત કરવા જે અરજદારો દ્વારા ગુડા-2022 અંતર્ગત પોતાનાં બાંધકામોને નિયમિત કરવા અરજી કરી છે. પરંતુ જરૂરી પુરાવાઓનાં અભાવે અરજીનો નિર્ણય લેવામાં આવી ન હોય તેવા અરજદારોને અરજી સંદર્ભે જરૂરી માર્ગદર્શન મળી રહે તેમજ જાહેર-જનતાની અરજીઓનો નિકાલ ઝડપથી થાય તે હેતુસર લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. AMCની તમામ ઝોનલ કચેરીમાં ઓફિસ સમય દરમિયાન "ગુડા લોકદરબાર'નું આયોજન કરવામાં આવ્યું છે. ગુંડા એક્ટ અને સરકારના પ્રસિદ્ધ કરવામાં આવેલાં નિયમો, ફી અંગેના નોટીફીકેશન (પાર્કીંગ-સુધારા જોગવાઈ સહિત) તથા ગુડા અંતર્ગતની કામગીરી અંગે સંમતિ આપેલ આર્કિટેકટ/ એન્જીનીયર તથા સ્ટ્રક્ચરલ એનજીનીયરશ્રીની યાદી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ https://ift.tt/j5kwqLA < DOWNLOADS ગૃડા એક્ટ અંતર્ગત ગેરકાયદેસર બાંધકામોને નિયમિત કરાવી બી.યુ. પરમીશન મેળવી લેવા માટેની આ અંતિમ તક ઉપલબ્ધ થઈ છે. અન અધિકૃત બાંધકામોને એક્ટ/ નિયમોમાં નક્કી થયેલી સમયમર્યાદામાં નિયમિત કરાવી લેવામાં નહિ આવે તો, તે બાંધકામો નિયત મર્યાદામાં દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેથી સંબંધિતોએ પોતાના ગેરકાયદેસર બાંધકામોને ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવાના એક્ટ હેઠળ નિયમિત કરાવી લેવા માટે જાણ કરવામાં આવી છે
Comments
Post a Comment