વડોદરાના સમાચાર:રવિ માર્કેટિંગ સીઝન અંતર્ગત સરકાર ખેડુતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે મકાઈ, બાજરી, જુવાર અને રાગીની સીધી ખરીદી માટે ઓનલાઇન નોંધણી

https://ift.tt/JCzaFxq ભારત સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન 2025-26 માટે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે રવિ માર્કેટિંગ સીઝન 2025-26 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે મકાઈ, જુવાર, બાજરી તથા રાગીની ગુજરાત રાજ્ય પુરવઠા નિગમ મારફતે કરવામાં આવનાર છે. તેઓના ઉત્પાદનમાં ટેકાનો ભાવ મકાઈ માટે રૂ.2225/- પ્રતિ ક્વિ. બાજરી માટે રૂ. 2525/- પ્રતિ ક્વિ., જુવાર(હાઇબ્રીડ) રૂ. 3371/- પ્રતિ ક્વિ., જુવાર (માલદંડી) રૂ.3421/- પ્રતિ ક્વિ. તથા રાગી માટે રૂ. 4290/- પ્રતિ ક્વિ.નિયત કરવામાં આવેલ છે. જ્યારે બાજરી, જુવાર અને રાગી માટે ટેકાના ભાવ ઉપરાંત રૂ. 300/- પ્રતિ ક્વિ. બોનસ આપવામાં આવનાર છે. લઘુતમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે તા.01/04/2025 થી તા.30/04/2025 સુધી કરવામાં આવશે. તેમજ ખરીદી તા. 01/05/2025થી તા.15/07/2025 સુધી કરવામાં આવશે. ખેડૂત ખાતેદારોના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા નોંધણી કરવામાં આવશે જેની ખાસ નોંધ લેવી. નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમૂનો. 7/12,8/અ તેમજ પાકની વાવણી અંગેની એન્ટ્રી 7/12 કે 8/અ માં ન થઈ હોય તો તલાટીના સહી સિક્કા વાળો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત બેંક પાસબૂકની ઝેરોક્ષ નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોયતો તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ આ માટે સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ છે. ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદાર બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે જેની નોંધ લેશો. ડોક્યુમેન્ટની ચકાસણી દરમ્યાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તેવા કિસ્સામાં આપનો ક્રમ રદ થશે અને ખરીદી માટે આપને જાણ નહી કરવામાં આવે તેની ખડૂત મિત્રોએ નોંધ લેવી. આ સાથે નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર-8511171718 તથા 8511171719 પર સંપર્ક કરવા માટે નાયબ જિલ્લા મેનેજર, વડોદરાની એક યાદીમાં જણાવાયું છે. ટેકનીકલ અને નોન ટેકનીકલ ઉમેદવારો માટે સિગ્મા યુનિવર્સિટીમાં મેગા પ્લેસમેન્ટ ફેર યોજાશે સિગ્મા યુનિવર્સિટી, મદદનીશ નિયામક (રોજગાર )કચેરી,તથા યુનિ. એમ્પ્લોયમેન્ટ એન્ડ ઈન્ફોર્મેશન બ્યુરો,વડોદરાના સંયુકત ઉપક્રમે સિગ્મા યુનિવર્સિટી કેમ્પસમાં તા. 8 એપ્રિલ મંગળવારના રોજ સવારે 9 વાગે મેગા પ્લેસમેન્ટ ફેર - 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા જોબ ફેરમાં 80 થી વધુ મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેકટરની કંપનીઓ દ્વારા 6000 થી વધુ ખાલી જગ્યાઓ માટે વેકન્સી નોટીફાઈડ કરાવેલ છે અને વધુ કંપનીઓ જોડાનાર છે. આ ભરતી મેળામાં કંપનીઓ દ્વારા ડિગ્રી, ડીપ્લોમા, એન્જીનિયરીંગ, ફાર્મસી, વિજ્ઞાન, કોમર્સ, મેનેજમેન્ટ, આર્ટસ તેમજ આઇટીઆઈ, ધો.10,12 પાસ ઉમેદવારો માટે રોજગારી તેમજ એપ્રેન્ટીસની તમામ જગ્યાઓની ભરતી માટે ઈન્ટરવ્યુ લેવામાં આવશે. આઇટીઆઈ માટે 1200 થી વધુ, ડિપ્લોમા માટે 1300 થી વધુ અને નોન ટેકનિકલ ડિગ્રી માટે 800 થી વધુ અને એન્જિનિયર ગ્રેજ્યુએટ માટે 900 થી વધુ, MBA માટે 250 થી વધુ જગ્યા ઉપર કંપની દ્વારા ઇન્ટરવ્યુ કરીને રોજગારી અને એપ્રેન્ટીસની તકો આપવામા આવશે. ભરતી મેળામાં વડોદરા અને તેની આજુબાજુના જિલ્લાની હીટાચી, એપોલો ટાયર, એલેમ્બીક, સન ફાર્મા, ઈન્ટીગ્રા, બાન્કો, એપોલો ફાર્મા, એરડા, જીઆઇપીએલ, ઓનેરો, ટોસ્ટેમ, વિલાસ ટ્રાન્સકોર,20 માઈક્રોન વગેરે નામી કંપનીઓ ભાગ લેનાર છે. આ ભરતી મેળામાં રોજગારી અને એપ્રેન્ટીસ તરીકે જોડાવા માંગતા ફ્રેશ તેમજ અનુભવી ઉમેદવારોને રોજગાર કચેરીના અનુબંધમ પોર્ટલ https://ift.tt/OzRW2rT પર જોબસીકર તરીકે રજિસ્ટ્રેશન કરીને જોબફેરમાં ભાગ લીધેલ કંપનીની વેકન્સી સામે અરજી કરવાની રહેશે. ઉમેદવારો સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન લીન્ક: https://ift.tt/mf46yJS પર રજીસ્ટ્રેશન કરવા તેમજ placements@sigmauniversity.au.in પર મુલાકાત લેવા અને ભરતીમેળાના દિવસે પાંચ રીઝયુમ સાથે સ્વ-ખર્ચે હાજર રહેવા જણાવાયું છે .
Comments
Post a Comment