
<p>ગુજરાત રાજ્યના પોલીસ વડાના આદેશ અન્વયે ગુજરાત પોલીસે કુલ- ૭૬૧૨ ગુનાહીત પ્રવૃતિઓ ધરાવતા ઇસમોની યાદી તૈયાર કરી છે. યાદીમાં ૩૨૬૪ બુટલેગરો, ૫૧૬ જુગાર, ૨૧૪૯ શરીર સબંધી, ૯૫૮ મિલકત સબંધી, ૧૭૯ માઇનિ અને ૫૪૫ અન્ય અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખીને તેમના ગેરકાયદેસર દબાણો, ગેરકાયદેસર વીજ જોડાણો, શંકાસ્પદ આર્થિક વ્યવહારો, તેઓના અનઅધિકૃત નાણાંકીય વ્યવહારોની તપાસ કરાશે. </p> <p>સમગ્ર રાજ્યમાં અમદાવાદ શહેરમાં ૨૫, ગાંધીનગરમાં ૬, વડોદરા શહેરમાં ૨, સુરતમા ૭, મોરબીમાં ૧૨ એમ, કુલ ૫૯ લોકો સામે પાસા કરેલ છે, ૧૦ ઇસમો વિરુધ્ધ હદપાર કરી છે. ૭૨૪ ઇસમો વિરૂધ્ધ અટકાયતી પગલાં લેવાયા છે. ૧૬ ગેરકાયદેસર મકાનોમાં ડીમોલેશન કરાયા છે. ૮૧ વીજ ચોરીના ગેરકાયદેસર કનેક્શન દૂર કરાયા છે. આગામી સમયમાં આશરે ૧૦૦ પાસા, ૧૨૦ હદપારી, ૨૬૫ અટકાયતી પગલાં, ૨૦૦ જેટલા ડીમોલેશન અને ૨૨૫ જેટલા ગેરકાયદેસર વીજ જોડાણો દૂર કરાશે. </p>
Comments
Post a Comment