
<p>થોડાક દિવસો પહેલા 10 માર્ચે ગુજરાત વિધાનસભામાં યોજાયેલા કલાકારોના સન્માન સમારંભમાં ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન મળવાને લઇને વિવાદ થયો હતો. ગુજરાતના સુપરસ્ટાર અને લોકપ્રિય કલાકાર વિક્રમ ઠાકોરે રાજ્ય સરકાર દ્વારા ઠાકોર સમાજના કલાકારો અને અન્ય સમાજની અવગણના કર્યાના આક્ષેપો કર્યા હતા. વિક્રમ ઠાકોરે સોશિયલ મીડિયા પર લાઈવ કાર્યક્રમ દરમિયાન પોતાની વેદના વ્યક્ત કરી હતી. હવે સરકારે આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઇને વિક્રમ ઠાકરો અને અન્ય કલાકારોને વિધાનસભામાં ગૃહની કાર્યવાહી નીહાળવા આમંત્રિત કર્યા છે. અગાઉ આ મુદ્દે વિવાદ વકરતાં બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર, કોંગ્રેસ નેતા અને અન્ય પક્ષના નેતાઓ, સામાજીક સંગઠનોએ સરકારનો જોરદાર વિરોધ કર્યો હતો.</p> <p>માહિતી પ્રમાણે, વિધાનસભા ગૃહમાં કલાકારોના સ્વાગત અને સન્માન કરવામાં આવશે, આ માટે સરકારે રાજ્યમાં જુદાજુદા જિલ્લાઓમાંથી 300થી વધુ કલાકારોને આમંત્રિત કર્યા છે. વિક્રમ ઠાકોરે ઠાકોર સમાજના અને અન્ય સમાજના કલાકારોના સન્માનની અવગણનાને લઇને સરકાર સામે મોરચો માંડ્યો હતો, નારાજગી વ્યક્ત કરતા ગાંધીનગરમાં એક મોટુ સંમેલન પણ યોજ્યુ હતુ. જોકે, હવે સરકારે આ મામલે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે વિક્રમ ઠાકોરને 26 અને 27 માર્ચે એમ બન્ને દિવસ માટે વિધાનસભામાં આમંત્રિત કર્યા છે. </p>
Comments
Post a Comment