Gujarat Weather, Heat Wave: ગુજરાતમાં માર્ચ મહિનો પુરો થવાના આરે છે અને એપ્રિલ મહિનાની શરૂઆત થવાની તૈયારી છે. ત્યારે હવે સૂર્યદેવ તપી રહ્યાં છે. હવામાન વિભાગે ગુજરાતવાસીઓને હજુ આકરા તાપમાં તપવા માટે તૈયાર રહેવા સૂચન કર્યુ છે. એટલે કે, આગામી દિવસોમાં રાજ્યમાં ગરમીનો પારો વધુ ઉપર જઇ શકે છે.

હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમીનો પારો સતત વધી શકે છે. રાજ્યમાં મહતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો હવામાન વિભાગે આગાહી કરી છે. મહતમ તાપમાનમાં વધારો થતા ગરમી જોર પકડશે. તાજા અપડેટની વાત કરીએ તો, રાજકોટ અને ભૂજમાં મહતમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો, આ શનિવારે સાત શહેરમાં ગરમીનો પારો 37 ડિગ્રીને પાર પહોંચ્યો હોવાનું નોંધાયુ હતુ.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા ૧૨૫ વર્ષમાં ફેબ્રુઆરીમાં આટલી ભારે ગરમી કયારેય જોવા મળી નથી. તાજેતરના વર્ષોમાં, ગરમીના મોજા ફક્ત વહેલા જ નથી આવી રહ્યા, પરંતુ તેમની તીવ્રતા પણ વધી રહી છે. ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન, ભારતના ૨૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાત્રિનું તાપમાન સામાન્ય કરતા ત્રણ થી પાંચ ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. 11 થી 23 ફેબ્રુઆરી દરમિયાન, દેશના ૩૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓછામાં ઓછા એક દિવસ માટે રાત્રિનું તાપમાન સામાન્ય કરતા વધારે નોંધાયું હતું.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માર્ચ મહિનામાં ગુજરાતનું વાતાવરણ બદલાતું રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, 20 એપ્રિલથી ગરમી વધુ ગરમી પડવાની શક્યતા છે. 26 મે સુધી આંધી વંટોળની શક્યતા દેખાઈ રહી છે. તો આ વર્ષે અમદાવાદ, વડોદરા, પંચમહાલમાં આકરી ગરમીની શક્યતા તેમણે દર્શાવી છે. આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં પણ ગરમી વધશે. કચ્છમાં પવન સાથે ગરમી પડવાની શક્યતા છે.

Comments
Post a Comment