Gujarat Weather Forecast:વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આગામી 1 એપ્રિલથી રાજ્યના વાતાવરણમાં ફેરફાર આવી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણએ 1 એપ્રિલથી દક્ષિણ ભારતમાં કેરળથી કર્ણાટક મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદની પ્રબળ શક્યતા છે જેની અસર ગુજરાતમાં પણ થઇ શકે છે. જેથી ગુજરાતના કેટલાક જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. ખાસ કરીને વલસાડ, નવસારી, સુરત, નર્મદા,તાપી, અમરેલી,ભાવનગર, છોટા ઉદેપુર, ડાંગ,વલસાડમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી છે.

2 એપ્રિલે આ જિલ્લામાં માવઠાની આગાહી
2 એપ્રિલ સાબરકાંઠા,અરવલ્લી, મહીસાગર, દાહોદ,ખેડા,પંચમહાલ,આણંદ,વડોદરા,બોટાદ,અમરેલી,ભાવનગર,ગીર સોમનાથ,છોટા ઉદેપુર,ભરૂચ,નર્મદા,સુરત,તાપી,નવસારી,સંગ,વલસાડ,દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે 1થી 4 એપ્રિલ સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં વાદળછાયા વાતાવરણનું અનુમાન વ્યક્ત કર્યું છે. જેમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 1 એપ્રિલથી 4 કે 5 તારીખ સુધી વાતાવરણમાં પલટાના કારણે એક કે બે ડિગ્રી તાપમાનમાં ઘટાડો થતાં ગરમીથી રાહત મળી શકે તેમ છે પરંતુ ત્યારબાદ એટલે 8 એપ્રિલ બાદ રાજ્યમાં ફરી ગરમી જોર પકડતાં રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર અને અમદાવાદમાં તાપમાનનો પાર 40 ડિગ્રીને પાર પહોંચે તેવો અનુમાન છે.

અન્ય રાજ્યોની વાત કરીએ તો કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશના વિવિધ ભાગોમાં હવામાનમાં વિવિધતા જોવા મળી રહી છે. ઉત્તર ભારતમાં ગરમીથી થોડી રાહત મળી છે જ્યારે દક્ષિણમાં પ્રિ-મોન્સૂન હિલચાલ શરૂ થઈ રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદ પડી રહ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં શનિવારે (29 માર્ચ) હવામાનમાં થોડી રાહત રહેશે. હવામાં ભેજ છે જેના કારણે તાપમાનમાં થોડો ઘટાડો થવાની સંભાવના છે. સૂર્યપ્રકાશની અસર હળવી છે અને આખો દિવસ આછો સૂર્યપ્રકાશ અને છાયાનો સમયગાળો ચાલુ રહેશે. IMD અનુસાર, આગામી 10 દિવસ સુધી કોઈ મોટા ફેરફારો થશે નહીં, જેના કારણે તાપમાન ધીમે ધીમે વધશે અને ગરમી વધુ તીવ્ર બની શકે છે.

દક્ષિણ ભારતમાં વરસાદની શક્યતા

ભારતીય હવામાન વિભાગ (IMD) એ કેરળ, તમિલનાડુ, પુડુચેરી, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં 29 માર્ચથી 1 એપ્રિલ સુધી ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. હાલમાં ચેન્નાઈમાં હવામાન શુષ્ક રહેશે અને તેની IPL મેચ પર કોઈ અસર થશે નહીં.

જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષા

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા અને વરસાદ ચાલુ છે. શુક્રવારે (28 માર્ચ) શ્રીનગર સહિત ઘણા વિસ્તારોમાં હિમવર્ષા થઈ હતી જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો અને ઠંડી વધી હતી. તેની અસર મેદાની વિસ્તારોમાં જોવા મળી હતી, જેના કારણે ગરમીમાંથી થોડી રાહત મળી હતી.

Comments
Post a Comment