
<p>Gujarat Weather News: રાજ્યમાં અંગ દઝાડતી ગરમી બાદ શુક્રવારથી આંશિક રાહત, જુઓ વીડિયોમાં </p> <p>રાજ્યમાં સતત ચાર દિવસથી અંગ દઝાડતી ગરમીના પ્રકોપ બાદ હવે શુક્રવારથી આંશિક રાહત મળી છે.. અમદાવાદ સહિત મોટા ભાગના શહેરમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે.. પાટનગર ગાંધીનગરમાં શુક્રવારે 39.4 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સૌથી ગરમ રહ્યું હતું આ સાથે અમદાવાદ શહેરમાં 39.3 ડિગ્રી ગરમીનો પારો રહ્યો હતો.. આ તરફ રાજકોટમાં તો એક જ દિવસમાં મહત્તમ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો થયો છે અને મહત્તમ તાપમાન 38.5 ડિગ્રી જ્યારે સુરતમાં 39.2 ડિગ્રી વડોદરામાં 38 ભુજમાં 37.4 ડિગ્રી તાપમાન રહ્યું છે... </p>
Comments
Post a Comment