Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે

Gujarat Weather: ઉનાળાની શરુઆતમાં જ રાજ્યમાં આકરો તાપ પડવા લાગ્યો છે. લોકો આકરી ગરમીથી બચવા લીંબુ સરબત,છાસ અને ઠંડાપીણાનો સહારો લઈ રહ્યા છે. તો ઘણા લોકો વોટર પાર્કમાં ઠંડક મેળવી રહ્યા છે. હવે ગુજરાતમાં આકરા તાપને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે.

એપ્રિલના શરૂઆતમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા

અંબાલાલ પટેલના મતે માર્ચ માસના અંતે એપ્રિલના શરૂઆતમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે. કેટલાક ભાગમાં વાદળછાયું વાતવરણ કે છાંટા પડવાની શક્યતા છે. એપ્રિલ માસની 10 તારીખ સુધીમાં રાજ્યના ભાગોમાં વાતાવરણમાં ભારે પલટો આવવાની શક્યતા છે.

કેરીના પાકમાં વધુ અસર થાય તેવી શક્યતા

ગુજરાતના મહત્તમ ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે છાંટા કે આંધી તેમજ ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. જેથી એપ્રિલ માસમાં ભારે પવન આંધી ધૂળની ડમરીઓ તેજ પવનની ગતિથી બાગાયતી પાકો ઉપર અસર થવાની શક્યતા છે. જેમાં કેરીના પાકમાં વધુ અસર થાય તેવી શક્યતા છે.

10મી એપ્રિલ સુધીમાં ગરમી વધે તેવી શક્યતા

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે,મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં પણ 41 ડિગ્રી થવાની શક્યતા છે. દક્ષિણ અને સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારમાં ગરમી વધવાની શક્યતા છે. જુનાગઢના વિસ્તારોમાં પણ 41 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. તો ઉત્તર ગુજરાતમાં કચ્છમાં અને રાજકોટના ભાગોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.

26 એપ્રિલથી બંગાળ ઉપસાગર વધુ સક્રિય બનતા વાવાઝોડાની શક્યતા

તેમણે આગળ જણાવ્યું કે, બંગાળની ખાડીમાં સિઝનનું પ્રથમ સાઇક્લોન હળવા પ્રકારનું બનવાની શક્યતા છે, જેના ભેજને કારણે 10મી એપ્રિલ સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં હવામાનમાં ભારે પલટો આવશે આ ઉપરાંત દસમી મેથી 15 મી જુન વચ્ચે બંગાળ ઉપસાગરમાં ખતરનાક વાવાઝોડા બનવાની શક્યતા છે. અરબી સમુદ્રમાં પણ ચક્રવાત બનવાની શક્યતા રહેશે. આ વખતે સમયવાહી પ્રવાહનું જોર રહેતા શરૂઆતના ચોમાસામાં શરૂઆતમાં વરસાદ સારો રહેશે. આ વર્ષે બંગાળ ઉપસાગરમાં બેથી ત્રણ વાવાઝોડાની શક્યતા રહેલી છે. અરબી સમુદ્રમાં એક વાવાઝોડું બનવાની શક્યતા છે કારણ કે સમુદ્રનું તાપમાન ઊંચું રહેશે. નોંધનિય છે કે, જો ઉનાળામાં વરસાદી માહોલ જામશે તો કેરી જેવા પાકોને નુકસાની થશે. જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે.

Comments
Post a Comment